સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં દૈનિક નવા કેસમાંથી 61% કેસ કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી નોંધાયા
Posted On:
26 NOV 2020 12:03PM by PIB Ahmedabad
દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,489 નવા પુષ્ટિ થયેલ કોવિડ કેસ નોંધાયા છે. આમાંથી 60.72% ફાળો છ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ દ્વારા આપવામાં આવ્યો છે.
કેરળ 6,491 નવા કોવિડ કેસ સાથે મોખરે છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 6,159 નવા કેસ નોંધાયા છે, જ્યારે દિલ્હીમાં 5,246 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 524 મૃત્યુઆંકમાંથી 60.50% છ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો- દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં કેન્દ્રિત છે.
મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એ રાજ્યો રોજિંદા મૃત્યુમાં વધુમાં વધુ યોગદાન આપનારા ટોચના છ રાજ્યો છે.
99 લોકોનાં મૃત્યુ સાથે દિલ્હીમાં સર્વાધિક નવો મૃત્યુઆંક નોંધાયો છે. મહારાષ્ટ્રમાં 65 અને પશ્ચિમ બંગાળમાં 51 લોકોનાં મૃત્યુ થયા છે.
ભારતમાં વર્તમાનમાં સક્રિય કેસનું ભારણ (4,52,344) કુલ પોઝિટિવ કેસના 4.88% છે અને તે 5% ની નીચે જળવાઈ રહ્યું છે.
સક્રિય કેસમાંથી 65% કેસ એવા 8 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે જેમણે મહત્તમ દૈનિક નવા કેસ અને દૈનિક સૌથી વધુ મૃત્યુમાં ફાળો આપ્યો છે.
કુલ મૃત્યુમાંથી 61% મૃત્યુ આ 8 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.
રાષ્ટ્રીય સરેરાશ (6,715) ની સરખામણીમાં આ 8 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રત્યેક દસ લાખની વસ્તીએ આંકડાઓ નીચે મુજબ છે.
રાષ્ટ્રીય સરેરાશ (1.46%) ની તુલનામાં નીચેના આ 8 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર (સીએફઆર) બતાવે છે.
ભારતમાં સાજા થયેલા કેસ લગભગ 87 લાખ (86,79,138) ની નજીક છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર આજે 93.66% રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,367 દર્દીઓ સાજા થયા છે.
15 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સાજા થવાનો દર છે.
20 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો હોવાના અહેવાલ આપ્યા છે
SD/GP/BT
(Release ID: 1676020)
Visitor Counter : 236
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam