પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ RE-Invest 2020 નું ઉદઘાટન કરશે
प्रविष्टि तिथि:
24 NOV 2020 6:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બર 2020ના રોજ સાંજે 5:30 કલાકે વર્ચ્યુઅલ ત્રીજી વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા રોકાણ સભા અને એક્સ્પો (RE-Invest 2020) નું ઉદઘાટન કરશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આયોજન 26 - 28 નવેમ્બર 2020 સુધી કરવામાં આવશે.
RE-Invest 2020 વિશે
RE-Invest 2020 માટેની થીમ ‘ટકાઉક્ષમ ઉર્જાના ટ્રાન્ઝિશન માટે નવીનતા’ છે. તેમાં નવીનીકરણીય અને ભાવિ ઉર્જા પસંદગીઓ પર 3-દિવસીય પરિષદ અને ઉત્પાદકો, વિકાસકર્તાઓ, રોકાણકારો અને નવીનતાઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 75થી વધુ આંતરરાષ્ટ્રીય મંત્રીમંડળ, 1000થી વધુ વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને 50,000 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. જેનો હેતુ નવીનીકરણીય ઉર્જાના વિકાસ અને જમાવટ માટેના વિશ્વવ્યાપી પ્રયત્નોને વેગ આપવો અને વૈશ્વિક રોકાણ સમુદાયને ભારતીય ઉર્જાના હિસ્સેદારો સાથે જોડવાનો છે. આ પેહલા 2015 અને 2018માં યોજાયેલી પ્રથમ બે આવૃત્તિઓની સફળતાને ધ્યાનમાં રાખીને અને નવીનીકરણીય ઉર્જામાં રોકાણના પ્રમોશન માટે આંતરરાષ્ટ્રીય મંચ પૂરા પાડવાનો હેતુ પણ છે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1675419)
आगंतुक पटल : 277
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam