સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસનું ભારણ કુલ કેસના 5%થી ઓછું
સાજા થવાનો દર 93% કરતા વધુ
છેલ્લા 16 દિવસથી 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ
Posted On:
23 NOV 2020 11:38AM by PIB Ahmedabad
ભારતમાં વર્તમાન સક્રિય કેસ (4,43,486) કુલ પોઝિટિવ કેસના 4.85% છે અને તે 5% ની નીચે રહે છે.
સાજા થવાનો દર 93% થી ઉપર જ રહ્યો છે કારણ કે આજની તારીખમાં બધા કેસમાં 93.68% દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,024 દર્દીઓ સાજા થયા છે, પરિણામે સાજા થયેલા કુલ કેસની સંખ્યા 85,62,641 થઇ ગઈ છે.
સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે અને હાલમાં 81,19,155 છે.
છેલ્લા 24 કલાકમાં 44,059 વ્યક્તિઓ કોવિડથી સંક્રમિત થયા છે. 8 નવેમ્બરથી ભારતમાં છેલ્લા 16 દિવસથી 50,000થી ઓછા કેસ નોંધાયા છે. મહત્વની ધારણા મુજબ પશ્ચિમી ગોળાર્ધના ઘણા દેશોમાં શિયાળાની શરૂઆત સાથે નવા કેસમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 77.44% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.
કેરળમાં 6,227 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે. દિલ્હીમાં 6,154 રિકવરી નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 4,060 સાજા થયેલા કેસની નવી સંખ્યા નોંધાઈ છે.
નવા કેસમાં દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ 78.74% યોગદાન આપ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 કેસ નોંધાયા છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં 5,753 નવા કેસ નોંધાયા છે જ્યારે કેરળમાં 5254 કેસ નોંધાયા છે.
15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રત્યેક દસ લાખની વસ્તીએ (6,623) રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછા કેસના એહવાલ પ્રાપ્ત થયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુઆંકમાં 74.95% કેસ 511 મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.
દિલ્હીમાં 121 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળ્યા છે, જે કુલ મૃત્યુઆંકમાંના 23.68% છે. મહારાષ્ટ્રમાં 50 અને પશ્ચિમ બંગાળમાં 49 લોકો મૃત્યુ પામ્યા છે.
21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રત્યેક દસ લાખની વસતીએ (97) મૃત્યુની રાષ્ટ્રીય સરેરાશ કરતા નીચી નોંધણી કરી રહ્યા છે.
SD/GP/BT
(Release ID: 1675042)
Visitor Counter : 314
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam