પ્રધાનમંત્રીનું કાર્યાલય

12મી બ્રિક્સ શિખર મંત્રણા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 NOV 2020 7:04PM by PIB Ahmedabad

મહાનુભવો,

બ્રિક્સની વિવિધ સંસ્થાઓ દ્વારા આ સંબોધન બદલ આભાર. બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 10મી બેઠકની સમીક્ષા બદલ હું શ્રી પાત્રુશેવનો આભાર વ્યક્ત કરું છું.


પ્રારંભમાં મેં જણાવ્યું તે અનુસાર, બ્રિક્સ ત્રાસવાદ વિરોધી વ્યૂહનીતિને અંતિમ ઓપ આપવો તે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મારું સૂચન છે કે આપણા NSA એક ત્રાસવાદ વિરોધી એક્શન પ્લાન પર ચર્ચા કરે.


હું બ્રિક્સ વ્યવસાય પરિષદના અસ્થાયી અધ્યક્ષ શ્રી સર્ગેઇ કાતિરિનનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું.


આપણી વચ્ચે આર્થિક એકીકૃતતાની મુખ્ય જવાબદારી ખાનગી ક્ષેત્રોના જ હાથમાં હશે. મારું સૂચન છે કે, બ્રિક્સ વ્યવસાય પરિષદ આપણા પારસ્પરિક વ્યાપરને 500 બિલિયન ડૉલરના લક્ષ્ય સુધી લઇ જવા માટે એક નક્કર યોજના બનાવે.


ન્યૂ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષનો પદભાર સંભાળવા બદલ હું શ્રી માર્કોસ ટ્રોયજોને અભિનંદન પાઠવું છું.

NDBનો નાણાકીય સહકાર કોવિડના સંદર્ભમાં ઘણો વધુ ઉપયોગી રહેશે. મને ખુશી છે કે, NDBએ રશિયામાં કચેરી શરૂ કરી છે અને હું આશા વ્યક્ત કરું છુ કે, આવતા વર્ષે આપ ભારતમાં આપની પ્રાદેશિક કચેરીનો પણ પ્રારંભ કરશો.

હું શ્રી ઇગર શુવાલોવને બ્રિક્સ આંતર બેંક સહકાર વ્યવસ્થાતંત્રના કાર્ય બદલ અભિનંદન પાઠવું છું. આ ખુશીની વાત છે કે, આપણી વિકાસ બેંકો વચ્ચે જવાબદારીપૂર્ણ ફાઇનાન્સિંગ માટે સિદ્ધાંતો બાબતે સંમતિ સાધવામાં આવી છે.


બ્રિક્સ મહિલા ગઠબંધનનું આયોજન રાષ્ટ્રપતિ પુતિનની વિશેષ પ્રાથમિકતા હતી અને તેમની આ દૂરંદેશી હવે સફળ થઇ ગઇ છે.


હું ગઠબંધનના ચેરપર્સન સુશ્રી એના નેસ્તેરોવાનો તેમના અહેવાલ બદલ આભાર વ્યક્ત કરું છું.


અમે ભારતમાં મહિલા ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છીએ. આ ગઠબંધનના માધ્યમથી આ ક્ષેત્રમાં આંતર બ્રિક્સ સહકારમાં વૃદ્ધિ થશે.


ફરી એકવાર, આપ સૌનો, ખાસ કરીને આપણા યજમાન રાષ્ટ્રપ્રમુખ શ્રીમાન પુતિનનો હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું.

 

SD/GP


(Release ID: 1673553) Visitor Counter : 236