સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે અનેક અભૂતપૂર્વ શિખરો સર કર્યા


સક્રિય કેસનું ભારણ 5 લાખથી ઓછું

સાજા થયેલા કેસની કુલ સંખ્યા 80 લાખ, સંચિત પરીક્ષણો 12 કરોડને પાર

Posted On: 11 NOV 2020 11:58AM by PIB Ahmedabad

વૈશ્વિક રોગચાળાની સામે સામૂહિક લડતમાં ભારતે અનેક સીમાચિહ્નો પાર કર્યા છે. 106 દિવસ પછી પહેલીવાર ભારતના સક્રિય કેસનું ભારણ 5 લાખથી ઓછું થઇ ગયું છે. આજે સક્રિય કેસનું કુલ ભારણ 4,94,657 ના સ્તરે છે. જે 28 જુલાઇએ 4,96,988 હતું. આ સાથે સક્રિય કેસ પોઝિટીવ કેસના કુલ 5.73% છે.

જે દેશમાં સક્રિય કેસમાં ઘટાડો નોંધાવવાનું સતત વલણ પણ દર્શાવે છે. વિશ્વના કેટલાક દેશોમાં નવા કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે ત્યારે એ સંદર્ભમાં આ ખૂબ મહત્વનું પાસુ છે.

કેન્દ્રની સતત, તબક્કાવારની અને લક્ષિત વ્યૂહરચનાઓ, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમના અસરકારક અમલીકરણ, ડોક્ટર અને અન્ય તમામ કોવિડ-19 વોરીયર્સની સમર્પિત અને નિ:સ્વાર્થ સેવા દ્વારા આ સીમાચિહ્ન સિદ્ધિ શક્ય બની છે.

27 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે.

ફક્ત 8 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000થી વધુ કેસ છે; બે રાજ્યો (મહારાષ્ટ્ર અને કેરળ) માં 50,૦૦૦થી વધુ સક્રિય કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 44,281 નવા કેસ નોંધાયા છે જ્યારે આ સમયગાળામાં 50,326 સક્રિય કેસ મળી આવ્યા છે. આ દૈનિક નવા કેસ કરતા સાજા થયેલા કેસની વધુ સંખ્યાનો 39મો દિવસ છે.

સાજા થયેલા કુલ કેસ અને કુલ સક્રિય કેસના તફાવત સાથે અનુરૂપ સમયગાળામાં આ રીતે વધારો થયો છે.

સાજા થયેલા કેસની સંખ્યા 80 લાખનો આંકડો પાર કરી ગઈ છે. આજની તારીખે સાજા થયેલા કેસની કુલ સંખ્યા 80,13,783 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 75,19,126 થયું છે. સાજા થવાનો દર વધીને 92.79% થયો છે.

અન્ય એક સીમાચિહ્નમાં, ભારતે 12 કરોડ સંચિત પરીક્ષણો કર્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,53,294 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

દૈનિક નિમ્ન કેસનું વલણ પરીક્ષણના માળખામાં સઘન વધારા દ્વારા શક્ય બન્યું છે.

ઉચ્ચ પરીક્ષણ ચેપગ્રસ્ત લોકોની વહેલી ઓળખ કરવામાં મદદ કરે છે અને આમ આ વાયરસ બિન ચેપગ્રસ્ત લોકોમાં ફેલાતો અટકે છે.

નવા દૈનિક સક્રિય કેસ 50,000 કરતા ઓછા નોંધવવાનું યથવાત છે.

નવા સાજા થયેલા કેસમાંથી 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

એકલા મહારાષ્ટ્રમાં એક દિવસમાં સાજા થયેલા કેસની 6,718 સંખ્યા સાથે સૌથી વધુ નોંધણી થઈ છે. ત્યારબાદ કેરળમાં 6,698 આંકડા સાથે નોંધણી કરવામાં આવી છે. તેમના પછી દિલ્હીમાં 6,157 દર્દીઓ સાજા થયા છે.

ટોચના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા કેસમાંથી 78% કેસ નોંધાયા છે.

દિલ્હીમાં સૌથી વધુ 7,830 દૈનિક નવા કેસ નોંધાયા છે. તે પછી કેરળમાં 6,010 કેસ નોંધાયા છે.

દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કોવિડ મૃત્યુઆંકમાં 79% હિસ્સો ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં 512 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુદર 1.48% છે અને તે સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 110 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 83 અને 53 લોકોના તાજેતરમાં મૃત્યુ થયા છે.

 

SD/GP/BT



(Release ID: 1671886) Visitor Counter : 200