સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
છેલ્લા 24 કલાકમાં 50,000થી ઓછા કેસ નોંધાયા
સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે
Posted On:
08 NOV 2020 11:04AM by PIB Ahmedabad
ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક નવા 50,000થી ઓછા કેસ નોંધાયા છે, જેમાં 45,674 વ્યક્તિઓ કોવિડ-19 પરીક્ષણમાં પોઝિટિવ માલૂમ થયા છે. 15મી ઓક્ટોબરથી નવા દૈનિક કેસ ઘટાડાના વલણમાં છે.
નવા કેસની સરખામણીમાં સાજા થયેલા કેસના વલણને ધ્યાનમાં રાખીને, છેલ્લા 24 કલાકમાં 49,082 દર્દીઓ સાજા થયા છે. આ વલણ આજે સળંગ 37મા દિવસે પણ જોવા મળ્યું છે. આ સક્રિય કેસના ભારણને ઘટાડવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે જે હાલમાં 5.12 લાખ છે.
દેશમાં આજે સક્રિય કેસનું ભારણ 5,12,665 છે. આ કેસ ભારતના કુલ પોઝિટિવ કેસના માત્ર 6.03% જેટલું યોગદાન આપે છે, જે સતત ઘટાડાના વલણને દર્શાવે છે.
92.49% સાજા થવાનો દર એ 78,68,968 સાજા થયેલા કેસનું પ્રતિબિંબ છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત હાલમાં 73,56,303ની સપાટીએ છે. આ અંતર સતત વધી રહ્યું છે.
નવા સાજા થયેલા કેસમાંથી 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કેરળમાં સાજા થયેલા કેસની વધુ સંખ્યા નોંધાતા તે મહારાષ્ટ્ર કરતા આગળ નીકળી ગયું છે. કેરળમાં મહત્તમ 7,120 લોકો સાજા થયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 6,478 લોકો સ્વસ્થ થયા હતા.
નવા કેસમાંથી 76% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે.
છેલ્લા 24 કલાકમાં કેરળમાં 7,201 કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 6,953 કેસ નોંધાયા છે. ગઈકાલે 3,959 નવા કેસ સાથે મહારાષ્ટ્ર હવે ત્રીજા ક્રમે છે.
છેલ્લા 24 કલાકમાં 559 લોકોના મૃત્યુ થયા છે.
જેમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 79% જેટલા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકના 26.8% થી વધુ મહારાષ્ટ્રના છે (150 મૃત્યુ). દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 79 અને 58 લોકો તાજેતરમાં મૃત્યુ પામ્યા છે.
SD/GP/BT
(Release ID: 1671208)
Visitor Counter : 182
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada