પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ "આરંભ”ના બીજા સંસ્કરણ દરમિયાન ભારતીય જાહેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો


યુવા અધિકારીઓને દેશના હિતમાં નિર્ણયો લેવા માટે પ્રેરણા આપી

એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ 'આરંભ' માત્ર એક શરૂઆત નથી પરંતુ, નવી પરંપરાનું પ્રતિક પણ છે: પ્રધાનમંત્રી

જાહેર સેવકોને આત્મનિર્ભર બનવા માટેના દેશના પ્રયાસોમાં વોકલ ફોર લોકલના મંત્રનું આચરણ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો

Posted On: 31 OCT 2020 1:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે ગુજરાતમાં કેવડિયા ખાતેથી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી LBSNAA મસૂરી ખાતે ભારતીય જાહેર સેવાઓના તાલીમાર્થી અધિકારીઓ (OTs) સાથે વાર્તાલાપ કર્યો હતો. 2019માં પ્રથમ વખત શરૂ થયેલા એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ AARAMBHના બીજા સંસ્કરણના ભાગરૂપે આ વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.

 

 

તાલીમાર્થી અધિકારીઓએ રજૂ કરેલા પ્રેઝન્ટેશન જોયા પછી, પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન તમામ પ્રોબેશનર્સ અધિકારીઓને સરદાર વલ્લભભાઇ પટેલની ફિલસુફી "દેશના લોકોની સેવા કરવી એ જાહેર સેવકોની સર્વોપરી ફરજ છે” નું પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો.

શ્રી મોદીએ યુવા અધિકારીઓને દેશના હિત અને દેશની અખંડિતતા તેમજ એકતાને મજબૂત બનાવવાના સંદર્ભમાં નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જાહેર સેવકો દ્વારામાં લેવામાં આવતા નિર્ણયો હંમેશા સામાન્ય લોકોના હિતમાં હોવા જોઇએ પછી ભલે તેઓ કામ કરી રહ્યાં હોય તે વિભાગના અવકાશમાં અથવા પ્રદેશમાં આવતા હોય કે ના હોય.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, દેશના "લોખંડી માળખા” (જાહેર સેવા અધિકારીઓ)નું ધ્યાન માત્ર દૈનિક બાબતોના વ્યવસ્થાપન પર કેન્દ્રિત ના રહેવું જોઇએ પરંતુ દેશની પ્રગતિની દિશામાં કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત હોવું જોઇએ. તેમણે કહ્યું કે, કટોકટીની પરિસ્થિતિમાં આ બાબત સૌથી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં નવા અભિગમો અને નવી રીતભાતો અપનાવવા માટે તાલીમ અને નવા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કૌશલ્યો ખીલવવામાં તેની મોટી ભૂમિકાનો સંદર્ભ આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ ખાસ ટાંક્યું હતું કે, ભૂતકાળથી વિપરિત, માનવ સંસાધનની તાલીમમાં નવા આધુનિક અભિગમો પર દેશમાં વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા 2-3 વર્ષમાં જાહેર સેવા અધિકારીઓની તાલીમની રૂપરેખામાં પરિવર્તન આવ્યું છે. તેમણે ટાંક્યું હતું કે, એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ 'આરંભ' માત્ર એક શરૂઆત નથી પરંતુ તે નવી પરંપરાનું પ્રતિક પણ છે.

શ્રી મોદીએ જાહેર સેવાઓમાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારા મિશન કર્મયોગીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, જાહેર સેવકોની ક્ષમતા નિર્માણની દિશામાં આ એક પ્રયાસ છે જેથી તેમને વધુ સર્જનશીલ અને આત્મવિશ્વાસુ બનાવી શકાય.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર કોઇ ટોપ-ટાઉન અભિગમ રાખવાથી નહીં ચાલે. તેમણે કહ્યું કે, જેમના માટે નીતિઓનો મુસદ્દો ઘડવામાં આવે છે તેમાં લોકોની ભાગીદારી સામેલ કરવામાં આવે તે ખૂબ મહત્વનું છે. તેમણે ઉમેર્યું હતું કે, વાસ્તવમાં સરકારની પાછળ જનતા જ મૂળ ચાલકબળ છે.

તેમણે કહ્યું હતું કે, દેશમાં કામ કરવાની વર્તમાન સ્થિતિમાં લઘુતમ સરકાર અને મહત્તમ સુશાસન સુનિશ્ચિત કરવા માટે અમલદારોની જ ભૂમિકા કામ કરે છે. તેમણે અનુરોધ કર્યો હતો કે, તમામ જાહેર સેવકો સુનિશ્ચિત કરે કે, લોકોના જીવનમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો કરવામાં આવે અને સામાન્ય લોકોને વધુ સશક્ત કરવામાં આવે.

પ્રધાનમંત્રીએ જાહેર સેવક તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનવા માટેના દેશના પ્રયાસોમાં વોકલ ફોર લોકલના મંત્રનું આચરણ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.

SD/GP/BT



(Release ID: 1669069) Visitor Counter : 279