આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે ફરજીયાત શણની સામગ્રીના પેકેજીંગ માટેનાં ધોરણો લંબાવવા માટે મંજૂરી આપી

Posted On: 29 OCT 2020 3:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ 100 ટકા અનાજ અને વીસ ટકા ખાંડનુ પેકેજીંગ વિવિધ પ્રકારના શણના કોથળામાં કરવાનુ ફરજીયાત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

વિવિધ પ્રકારની શણની બેગમાં ખાંડનુ પેકેજીંગ કરવાનો નિર્ણય કરવાને કારણે શણ ઉદ્યોગના વિવિધીકરણને વેગ મળશે. વધુમાં આ નિર્ણયથી વિવિધ પ્રકારની શણની બેગમાં ખાંડ પેક કરવાનો નિર્ણયને કારણે તેમજ અનાજ માટે શણની બેગનાં આશરે 10 ટકા ઈન્ડેન્ટ રિવર્સ ઓકશનથી ક્રમશઃ ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ ઉપર મુકવાનાં રહેશે. આ રીતે ભાવ વ્યવસ્થા નક્કી થશે. સરકારે જ્યુટ પેકેજીંગ મટિરિયલ (જેપીએમ) એકટ, 1987 હેઠળ ફરજીયાત પેકેજીંગનાં ધોરણોનો વ્યાપ વિસ્તાર્યો છે.

જો કોઈ કિસ્સામાં શણની પેકેજીંગ સામગ્રીના પુરવઠામાં આકસ્મિક રીતે અથવા તો અણીના સમયે અવરોધ સર્જાય કે તંગી ઉભી થાય તો કાપડ મંત્રાલય, સંબંધિત વપરાશ મંત્રાલય સાથે પરામર્શ કરીને આ જોગવાઈ ઉપરાંત અનાજના મહત્તમ 30 ટકા ઉત્પાદન માટે આ જોગવાઈમાં રાહત આપશે.

આશરે 3.7 લાખ કામદારો અને કેટલાક લાખ ખેડૂત પરિવારો પોતાની આજીવિકા માટે શણ ક્ષેત્ર ઉપર નિર્ભર હોવાની બાબત ધ્યાનમાં લઈને, સરકાર શણ ક્ષેત્રના વિકાસ માટે સંગઠીત પ્રયાસો કરી રહી છે કે જેથી કાચા શણની ગુણવત્તા તથા ઉત્પાદકતામાં વધારો થાય તથા શણની પેદાશોની માંગ વધે અને જળવાઈ રહે

ફાયદા

આ મંજૂરીથી દેશના પૂર્વ અને પૂર્વોત્તર વિસ્તારના અને ખાસ કરીને પ. બંગાળ, બિહાર, ઓડીશા, આસામ, આંધ્ર પ્રદેશ, મેધાલય અને ત્રિપુરા સહીતનાં રાજ્યોના કામદારો અને ખેડૂતોને લાભ થશે.

જ્યુટ પેકેજીંગ મટિરિયલ્સ (ચીજ વસ્તુઓના પેકેજીંગમાં ફરજીયાત વપરાશ) એકટ 1987 હેઠળ, સરકારે, કાચા શણના ઉત્પાદન અને પેકેજીંગ સામગ્રી તથા એ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના હિતમાં કેટલીક ચીજ વસ્તુઓની પુરવઠા અને વિતરણ બાબતે ફરજીયાત પેકેજીંગની જોગવાઈઓ કરવી પડે છે. આથી આ દરખાસ્તમાં રજૂ કરેલ અનામતનાં ધોરણો ભારતમાં કાચા શણ અને શણની સામગ્રીના સ્થાનિક ઉત્પાદનના હિતમાં રહેશે તથા આ રીતે ભારત આત્મનિર્ભર ભારત યોજના સાથે એકરાગ થઈને ભારતને સ્વનિર્ભર બનાવી શકાશે.

શણ ઉદ્યોગ મુખ્યત્વે સરકારી ક્ષેત્ર ઉપર નિર્ભર છે. આ ક્ષેત્ર દર વર્ષે અનાજના પેકેજીંગ માટે રૂ. 7500 કરોડ કરતાં વધુ મૂલ્યના શણના કોથળાની ખરીદી કરે છે. આ વ્યવસ્થા શણ ક્ષેત્રની માંગ ટકાવી રાખવા તથા આ ક્ષેત્ર પર આધાર રાખતા કામદારો અને ખેડૂતોની આજીવિકાને ટેકો આપવા માટે કરવામાં આવે છે.

શણ ક્ષેત્રને પૂરો પાડવામાં આવતો અન્ય સહયોગ

કાળજીપૂર્વક હાથ ધરવામાં આવેલી દરમ્યાનગીરી મારફતે કાચા શણની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરવા માટે જયુટ આઈસીએઆરઈ નામની યોજના ઘડી કાઢવામાં આવી છે. સરકાર સીડ ડ્રીલનો ઉપયોગ કરીને કતારમાં વાવેતર જેવી સુધારેલી કૃષિ પધ્ધતિઓનુ વિભાજન તથા માઈક્રોબાયલ સહાયિત રેટીંગ પધ્ધતિ અમલમાં મુકીને આશરે બે લાખ શણના ખેડૂતોને ટેકો આપી રહી છે. આ દરમ્યાનગીરીને કારણે શણના ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો થયો છે અને સાથે સાથે શણની ખેતી કરતા ખેડૂતની આવકમાં હેકટર દીઠ રૂ. 10,000નો ફાયદો થયો છે.

તાજેતરમાં જ્યુટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ વ્યાપારી ધોરણે 10,000 ક્વિન્ટલ સર્ટિફાઈડ બીયારણના વિતરણ માટે નેશનલ સીડ કોર્પોરેશન સાથે સમજૂતીના કરાર પણ કર્યા છે. ટેકનોલોજી અપ ગ્રેડ કરવા માટે હાથ ધરાયેલી દરમ્યાનગીરીને કારણે તથા સર્ટિફાઈડ બીયારણના વિતરણને કારણે શણના પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો થશે. આ ઉપરાંત ખેડૂતની આવકમાં પણ વધારો થશે.

શણ ક્ષેત્રનુ વિવિધીકરણ કરવાના ઉદ્દેશથી નેશનલ જ્યુટ બોર્ડે ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન સાથે સહયોગ કર્યો છે અને ગાંધીનગરમાં જ્યુટ ડિઝાઈન સેલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યુટ જીયો –ટેક્સ્ટાઈલને તથા એગ્રો ટેક્સ્ટાઈલને પ્રોત્સાહન આપવાની કામગીરી રાજ્ય સરકારો સાથે મળીને અને ખાસ કરીને પૂર્વોત્તરનાં રાજ્યો સાથે મળીને તેમજ માર્ગ પરિવહન મંત્રાલય અને જળ સંસાધન મંત્રાલય જેવાં મંત્રાલયો સાથે મળીને હાથ ધરવામાં આવી છે.

શણ ક્ષેત્રમાં માંગને વેગ આપવા માટે, ભારત સરકારે બંગલાદેશ અને નેપાળથી આયાત કરવામાં આવતા શણના માલ- સામાન ઉપર 5 જાન્યુઆરી, 2017થી અમલમાં આવે તે રીતે બિનશરતી એન્ટી ડમ્પીંગ ડ્યુટી લાદી છે.

શણ ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા માટે વર્ષ 2016માં જ્યુટ સ્માર્ટ નામની ઈ-ગવર્મેન્ટ દરમ્યાનગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકારી એજન્સીઓ મારફતે થતી ખરીદીમાં બી-ટી માટે સુસંકલિત પ્લેટફોર્મની રચના ડિસેમ્બર, 2016માં કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યુટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા શણની ખેતી કરતા ખેડૂતો માટે ઓનલાઈન ખરીદીની વ્યવસ્થા ગોઠવવા લઘુત્તમ ટેકાના ભાવે વ્યાપારી ખરીદી માટે 100 ટકા ભંડોળ તબદીલ કરે છે.

 

SD/GP/BT(Release ID: 1668516) Visitor Counter : 551