મંત્રીમંડળ
મંત્રીમંડળે સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે સહકાર અંગેના સહયોગ કરારને મંજૂરી આપી
Posted On:
29 OCT 2020 3:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી (ICTs) ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ ઉપર ભારત અને જાપાન વચ્ચે સહકારના સમજૂતી કરાર (MoC) ઉપર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે.
આ સહકાર સમજૂતી કરાર (MoC) કમ્યુનિકેશનના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અને પારસ્પરિક સમજણને મજબૂત કરવામાં યોગદાન આપશે અને તે ભારત માટે એક વ્યૂહાત્મક પહેલ તરીકે કામ કરશે કારણ કે જાપાન ‘સ્પેશ્યલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશીપ” હોદ્દા સાથેનો એક મહત્વનો ભાગીદાર દેશ છે.
આ MoC બંને દેશો વચ્ચે 5જી નેટવર્ક, ટેલિકોમ સિક્યોરીટી, સબમરીન કેબલ, સ્ટેન્ડર્ડ સર્ટિફિકેશન ઓફ કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, આધુનિક વાયરલેસ તકનીક અને આઇસીટીની ઉપયોગીતા, આઇસીટી ક્ષમતા નિર્માણ, પબ્લિક પ્રોટેક્શન અને ડિઝાસ્ટર રિલીફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)/ બ્લોક ચેઇન, સ્પેક્ટ્રમ ચેઇન, સ્પેક્ટ્રમ મેનેજમેન્ટ, બહુપક્ષીય પ્લેટફોર્મ ઉપર સહયોગ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગ સાધવામાં મદદ કરશે.
આ MoC આગળ જતાં ભારત માટે વૈશ્વિક માનકીકૃત પ્રક્રિયામાં પ્રવેશવાની તક વધારશે. આઇસીટી ટેકનોલોજીમાં સહયોગથી દેશમાં આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવામાં મદદ કરશે. ભવિષ્યના સબમરીન કેબલ નેટવર્ક અને ટેકનોલોજીના વિકાસમાં સહયોગ એ ભારતના મૂળ અંતરિયાળ વિસ્તારો સાથેના જોડાણને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ MoC નું લક્ષ્ય આઇસીટી અને સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમના આગળ જતાં વિકાસના ક્ષેત્રમાં માનવીય ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાનું છે કે જે આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકોને હાંસલ કરવામાં યોગદાન આપશે.
SD/GP/BT
(Release ID: 1668467)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam