મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને કંબોડિયા વચ્ચે આરોગ્ય અને ઔષધી ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજૂતી પત્રને મંજૂરી આપી

Posted On: 29 OCT 2020 3:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને કંબોડિયા વચ્ચે આરોગ્ય અને ઔષધી ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

દ્વિપક્ષીય એમઓયુ આરોગ્ય ક્ષેત્રમાં સંયુક્ત પહેલ અને તકનીકી વિકાસ દ્વારા બંને દેશો વચ્ચેના સહયોગને પ્રોત્સાહિત કરશે. તે ભારત અને કંબોડિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. એમઓયુ તેની હસ્તાક્ષરની તારીખથી અસરકારક બનશે અને પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે.

બંને સરકારો વચ્ચે સહકારના મુખ્ય ક્ષેત્રોમાં નીચેના મુદ્દાઓ સામેલ છે:

  1. માતા અને શિશુનું આરોગ્ય;
  2. કુટુંબ નિયોજન;
  3. એચ.આઈ.વી / એડ્સ અને ટીબી;
  4. ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ;
  5. તકનીકી સ્થાનાંતરણ;
  6. જાહેર આરોગ્ય અને રોગશાસ્ત્ર;
  7. રોગ નિયંત્રણ (કમ્યુનિકેબલ અને નોન-કમ્યુનિકેબલ);
  8. તબીબી સંશોધન અને વિકાસ, કંબોડિયાની રાષ્ટ્રીય નૈતિક સમિતિની મંજૂરીને ધ્યાનમાં રાખીને અને ભારતમાં સંબંધિત વિભાગ / મંત્રાલય દ્વારા મંજૂરીને આધિન;
  9. તબીબી શિક્ષણ;
  10. જાહેર આરોગ્યના ક્ષેત્રમાં આરોગ્ય માનવબળ વિકાસ;
  11. ક્લિનિકલ, પેરા-ક્લિનિકલ અને મેનેજમેન્ટ કુશળતામાં તાલીમ; અને
  12. સહકારના અન્ય કોઈપણ ક્ષેત્ર જેમાં પરસ્પર નિર્ણય લેવામાં આવે.

 

SD/GP/BT



(Release ID: 1668420) Visitor Counter : 154