સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે કોવિડ પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો
છેલ્લા 9 દિવસમાં 1 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
છેલ્લા 6 અઠવાડિયા દરમિયાન દરરોજ સરેરાશ લગભગ 11 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા
પરીક્ષણમાં વધારો થતાં સંચિત પોઝિટીવીટી દરમાં સતત ઘટાડો
Posted On:
29 OCT 2020 1:38PM by PIB Ahmedabad
ભારતે જાન્યુઆરી 2020થી કોવિડ-19 પરીક્ષણના માળખામાં સતત વધારો દર્શાવ્યો છે, પરિણામે પરીક્ષણની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશની પરીક્ષણ ક્ષમતા બહુવિધ રીતે વધારી દેવામાં આવી છે, હવે દરરોજ 15 લાખ પરીક્ષણો કરી શકાય છે
છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 10,75,760 પરીક્ષણો સાથે, કુલ પરીક્ષણોની સંખ્યા 10.65 કરોડ (10,65,63,440) ને પાર થઇ ગઈ છે.
છેલ્લા છ અઠવાડિયા દરમિયાન દરરોજ સરેરાશ લગભગ 11 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા છે.

પુરાવા જાહેર થયા છે તેના આધારે સતત વ્યાપક અને સર્વગ્રાહી પરીક્ષણના પરિણામે પોઝિટીવીટી દરમાં ઘટાડો થયો છે. રાષ્ટ્રીય સંચિત પોઝિટીવીટી દરમાં તીવ્ર ઘટાડાએ દર્શાવ્યું છે કે ચેપ ફેલાવવાનો દર અસરકારક રીતે સમાવિષ્ટ છે. સંચિત પોઝિટીવીટી દર ક્રમશ: નીચે આવી રહ્યો છે અને આજે તે 7.54% ની સપાટીએ પહોંચી ગયો છે.

છેલ્લા ત્રણ અઠવાડિયામાં સંચિત પોઝિટીવીટી દરનું ઘટતું વલણ દેશની પરીક્ષણ સુવિધાઓના વિસ્તૃત વિસ્તરણની સાક્ષી છે.

છેલ્લા નવ દિવસમાં એક કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. દૈનિક પોઝિટિવિટી દર 4.64% છે.

ભારતે સક્રિય કેસના ઘટતા વલણને જાળવી રાખ્યું છે. સક્રિય કેસનો આંક આજે 6,03,687 છે. જેમાં દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 7.51%નો સમાવેશ થાય છે.
સક્રિય કેસનું ઘટતું વલણ સાજા થયેલા કેસની વધતી સંખ્યાને ટેકો આપે છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા 73 લાખ (73,15,989) ને વટાવી ગઈ છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 67 લાખ (67,12,302) ને વટાવી ગયું છે.
સાજા થયેલા કેસની વધતી સંખ્યા સાથે, આ અંતર સતત વધતું જાય છે.
છેલ્લા 24 કલાકમાં 56,480 દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જ્યારે નવા પુષ્ટિ થયેલ કેસ 49,881 છે.
નવા સાજા થયેલા કેસમાંથી 79% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
મહારાષ્ટ્રએ 8000થી વધુ એક દિવસની રિકવરી સાથે મહત્તમ યોગદાન આપ્યું છે ત્યારબાદ કેરળમાં 7,000 થી વધુ દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં 49,881 નવા પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.
નવા કેસમાંથી 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે. ખૂબ જ મોટી સંખ્યામાં કેરળ રાજ્ય 8,૦૦૦થી વધુ કેસ સાથે મોખરે છે, જયારે મહારાષ્ટ્રે 6,૦૦૦થી વધુ નવા કેસની નોંધણી કરી છે.

છેલ્લા 24 કલાકમાં 517 લોકોના મૃત્યુ નોંધાયા છે. આમાંથી, લગભગ 81% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 91 લોકો મૃત્યુ પામ્યા છે.

SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(Release ID: 1668388)
Visitor Counter : 205
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada