પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી સાથે અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની મુલાકાત

Posted On: 27 OCT 2020 5:29PM by PIB Ahmedabad

અમેરિકાના વિદેશ મંત્રી મહામહિમ માઇકલ આર. પોમ્પો અને સંરક્ષણ મંત્રી મહામહિમ ડૉ. માર્ક ટી. એસ્પરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. 2020ના ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સફળ મુલાકાતને યાદ કરતાં પ્રધાનમંત્રીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

સચિવોએ પ્રધાનમંત્રીને તેમની દ્વિપક્ષીય બેઠકો અને આજે યોજાયેલા ફળદાયી ત્રીજા ભારત-યુએસ 2 + 2 સંવાદ અંગે માહિતગાર કર્યા હતા. તેઓએ અમેરિકા સરકારની ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા અને એક સરખા દ્રષ્ટિકોણ અને લક્ષ્યોને સાકાર કરવા સાથે મળીને કામ કરવા માટે સતત રસ દાખવ્યો હતો.

પ્રધાનમંત્રીએ ત્રીજા 2 + 2 સંવાદના સફળ નિષ્કર્ષની પ્રશંસા કરી હતી. તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં બહુપક્ષીય વૃદ્ધિ વિશે પોતાનો સંતોષ વ્યક્ત કરતા તેમણે બંને દેશો વચ્ચે વિશ્વાસ, વહેંચાયેલા મૂલ્યો અને લોકોની વચ્ચે સ્થપાયેલા મજબૂત પારસ્પરિક સંબંધોને પાયાના ગણાવ્યા.

 

SD/GP/BT


(Release ID: 1667877) Visitor Counter : 232