પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

Posted On: 27 OCT 2020 1:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી.

લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ ડિજિટલ પેમેન્ટના લાભ તેમજ કેશબેકના લાભ કેવી રીતે મેળવવા તે બાબતે સૂચનો આપ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કેઆ નાણાં મારફતે વ્યક્તિ યોગ્ય શિક્ષણ મેળવી શકે છે અને વધુ સારી કારકિર્દી બનાવી શકે છે.

ત્યારબાદ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કેઅગાઉ પગારદાર વ્યક્તિ માટે પણ બેન્કમાંથી લોન મેળવવાનું મુશ્કેલ હતું અને ગરીબ તેમજ શેરી વિક્રેતાઓ તો બેન્કનો સંપર્ક સાધવાનું વિચારી શકે તેમ પણ હતા. પરંતુ હવે બેન્કો શેરી વિક્રેતાઓને તેમનો વેપાર શરૂ કરવામાં મદદરૂપ થવા લોકોના દરવાજા સુધી પહોંચી રહી છે.

પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને બેન્કર્સની તેમના પ્રયાસો માટે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કેતેમના પ્રયાસોથી ગરીબ વર્ગને તેમના તહેવારો ઉજવવામાં મદદ મળશે. તેમણે એમ પણ જણાવ્યું કેઆત્મનિર્ભર ભારત માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે અને આજનો દિવસ શેરી વિક્રેતાઓના સન્માનનો દિવસ છે. સ્વ-નિર્ભર ભારત માટે તેમનું યોગદાન રાષ્ટ્ર યાદ રાખશે. તેમણે ઉમેર્યું કેજ્યારે કોરોના મહામારી ફાટી નીકળી ત્યારે અન્ય દેશો પોતાના કામદારો કેવી રીતે ટકી શકશે તે બાબતે ચિંતિત હતા, પરંતુ આપણા દેશે અને આપણા કામદારોએ સાબિત કર્યું કે તેઓ કોઈ પણ પડકારનો સામનો કરી શકે તેમ છે અને ફરી બેઠા થઈને બાજી જીતી લેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી છે, જેમાં મહામારી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ગરીબને નુકસાન ભરપાઈ માટે રૂ. 1 લાખ 70 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કેરૂ. 20 લાખ કરોડના આર્થિક પ્રોત્સાહનમાં ગરીબ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે શેરી વિક્રેતાઓ પોતાનાં કામકાજ ફરી શરૂ કરી શકશે અને ફરી સ્વ-નિર્ભર બની શકશે.

શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં યોજના જે ઝડપથી અમલમાં મુકાઈ રહી છે, તેની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કેસ્વનિધિ યોજના હેઠળ લોન મેળવવા માટે કોઈ ગેરંટરની જરૂર નથી અને લોનની ફાળવણી અવરોધમુક્ત છે. વ્યક્તિ પોતાની મેળે ઓનલાઈન અરજી અપલોડ કરીને કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર કે મ્યુનિસિપલ ઓફિસે અથવા તો બેન્કમાં જઈને યોજના હેઠળ લોન મેળવી શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કેસ્વતંત્રતા મેળવ્યા પછી પહેલી વાર શેરી વિક્રેતાઓ તારણ વિનાની પરવડે તેવી લોન મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ શહેરી શેરી વિક્રેતાઓની અરજીઓ આવી છે. યોજના હેઠળ દેશભરમાંથી મળેલી 25 લાખ લોન અરજીઓમાંથી 6.5 લાખ અરજીઓ એકમાત્ર ઉત્તર પ્રદેશમાંથી નોંધાઈ છે. ઉત્તર પ્રદેશમાંથી મળેલી 6.5 લાખ અરજીઓમાંથી 4.25 લાખ અરજીઓ મંજૂર થઈ છે. તેમણે જણાવ્યું કેઉત્તર પ્રદેશમાં સ્વનિધિ યોજનાના લોન એગ્રિમેન્ટ માટે સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવામાં આવી છે.

મહામારી દરમિયાન લાખ શેરી વિક્રેતાઓને રૂા. 1000ની નાણાંકીય સહાય પૂરી પાડવા બદલ પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કેસ્વનિધિ યોજના મારફતે લોન મેળવનારા મોટા ભાગના શેરી વિક્રેતાઓ પોતાની લોનની સમયસર પરત ચૂકવણી કરી રહ્યા છે, જે પુરવાર કરે છે કે ટૂંકા ગાળાનું ધિરાણ લેનારાઓ પોતાની પ્રામાણિકતા અને ઈમાનદારી સાથે સમાધાન કરતા નથી.

પ્રધાનમંત્રીએ શક્ય એટલા વધુ લોકો સુધી યોજના વિશે જાગૃતિ ફેલાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કેઆ યોજના હેઠળ સમયસર પરત ચૂકવણી ઉપર વ્યાજમાં સાત ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે તો દર મહિને રૂા. 100 કેશબેક (રોકડ પરત) મળશે.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે લોકોને જન ધન ખાતાંઓની અસરકારકતા વિશે શંકા હતી પરંતુ ખાતાં આજે કટોકટીના સમયે ગરીબોને મદદગાર બની રહ્યાં છે.

તેમણે ગરીબોના કલ્યાણ માટે સરકારે લીધેલાં પગલાં જણાવ્યાં હતાં.

પ્રસંગે પ્રધાનમંત્રીએ શેરી વિક્રેતાઓ, કામદારો અને ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમના વેપારને આગળ ધપાવવા માટે તેમજ તેમનું જીવનધોરણ સુધારવા માટે સરકાર કોઈ કસર નહીં છોડે.

 

SD/GP/BT



(Release ID: 1667835) Visitor Counter : 217