સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે કોવિડ-19ના પરીક્ષણમાં નવું સીમાચિન્હ પાર કર્યું

કુલ પરીક્ષણો વિક્રમજનક 9 કરોડને પાર

20 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા પોઝિટિવિટી દર નોંધાવ્યાના અહેવાલ પ્રાપ્ત થયા

Posted On: 14 OCT 2020 11:50AM by PIB Ahmedabad

ભારતે જાન્યુઆરી 2020થી કોવિડ-19ના કુલ પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે. તે આજે કુલ 9 કરોડ પરીક્ષણોના સીમાચિહ્નને પાર કરી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં લેવામાં આવેલા 11,45,015 પરીક્ષણો સાથે, સંચિત પરીક્ષણો હવે 9,00,90,122 થઇ ગયા છે.

દેશની પરીક્ષણ ક્ષમતાએ દેશભરમાં 1900 થી વધુ લેબ્સ અને કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારના સહયોગી પ્રયત્નોથી અનેકગણી વૃદ્ધિ કરી છે. દરરોજ 15 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરી શકાય છે.

પરીક્ષણના માળખામાં પ્રગતિશીલ વિસ્તરણ કરવાથી પરિક્ષણ સંખ્યામાં તીવ્ર વધારો થવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. 1112 સરકારી પ્રયોગશાળાઓ અને 823 ખાનગી પ્રયોગશાળાઓ સહિત દેશમાં 1935 પરીક્ષણ લેબોરેટરી સાથે, દૈનિક પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

સતત ખૂબ ઉંચા ધોરણે દેશવ્યાપી પરીક્ષણના પરિણામે રાષ્ટ્રીય પોઝિટિવિટી દરમાં ઘટાડો થયો છે. આ સૂચવે છે કે ચેપ ફેલાવાનો દર અસરકારક રીતે નિયંત્રણમાં છે.

20 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પોઝિટિવિટી દર ઓછો છે. સંચિત પોઝિટિવિટી દર 8.04% છે અને સતત ઘટાડા પર છે.

વ્યાપક પ્રદેશોમાં ઉચ્ચ પરીક્ષણ, સકારાત્મક કેસોની વહેલી ઓળખ, કાર્યક્ષમ સર્વેલન્સ અને ટ્રેસિંગ દ્વારા તાત્કાલિક ટ્રેકિંગ અને ઘરો / સુવિધાઓમાં અને ગંભીર કિસ્સાઓમાં હોસ્પિટલોમાં સમયસર અને અસરકારક સારવાર તરફ દોરી જાય છે. આ પગલાં આખરે ઓછા મૃત્યુ દર તરફ દોરી જાય છે.

ભારત તાજેતરના દિવસોમાં સતત નવા કેસ કરતા વધુ નવી રિકવરી નોંધાવી રહ્યું છે. પરિણામે, સક્રિય કેસ સતત ઘટી રહ્યા છે અને આજે 8,26,876 છે અને દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 11.42% છે.

છેલ્લાં 24 કલાકમાં 74,632 દર્દીઓ કોવિડમાંથી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે નવા પુષ્ટિ થયેલ કેસ, 63,509 છે. સાજા થયેલા કેસની વધુ સંખ્યાએ રાષ્ટ્રીય સાજા થવાના દરને વધુ સુધારીને 87.05% કરવામાં મદદ કરી છે.

કુલ સાજા થયેલા કેસ 63,01,927 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 54,75,051 છે. સાજા થયેલા દર્દીઓની વધતી સંખ્યા સાથે, આ અંતર સતત વધતું જાય છે.

નવા સાજા થયેલા કેસમાંથી 79% કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા અને દિલ્હી આ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

એક દિવસની 15,000 થી વધુ રિકવરી સાથે મહારાષ્ટ્રએ મહત્તમ યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 63,509 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે.

નવા કેસમાંથી 77% કેસ10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે. કેરળમાં નવા નોંધાયેલા કેસની સંખ્યામાં મહારાષ્ટ્ર કરતા આગળ નીકળી ગયું છે.

ત્રણ રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 8000થી વધુ કેસ નોંધાયા છે, ત્યારબાદ તામિલનાડુ અને આંધ્રપ્રદેશ, બંનેએ 4,૦૦૦ થી વધુ કેસનો ફાળો આપ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 730 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી લગભગ 80% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

નોંધાયેલા નવા મૃત્યુઆંકમાંથી 25% થી વધુ મહારાષ્ટ્ર (187 લોકોનાં મૃત્યુ) માં થયા છે.

દેશના લગભગ તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કોવિડ-19થી પ્રભાવિત છે. આપણા દેશમાં દર વર્ષે ડેન્ગ્યુ, મેલેરિયા, મોસમી ઈન્ફલ્યુએન્ઝા, લેપ્ટોસ્પાઇરોસીસ, ચિકનગુનિયા, એંટરિક ફીવર, વગેરે જેવા રોગચાળાની ઋતુને જોતા, તે માત્ર ડાયગ્નોસ્ટિક મૂંઝવણ તરીકે જ હાજર નથી, પરંતુ કોવિડ કેસમાં સહ-અસ્તિત્વ ધરાવે છે. આ કોવિડના ક્લિનિકલ અને લેબોરેટરી નિદાનમાં પડકાર પેદા કરે છે અને ક્લિનિકલ મેનેજમેન્ટ અને દર્દીના પરિણામો પર તેની અસર પડે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અન્ય મોસમી રોગચાળાની કથિત બીમારીઓ સાથે કોવિડ-19 ના સહ-ચેપના સંચાલન માટે માર્ગદર્શિકા જારી કરી છે.

અહીંથી એક્સેસ કરી શકાય છે:

https://www.mohfw.gov.in/pdf/GuidelinesformanagementofcoinfectionofCOVID19withotherseasonalepidemicpronediseases.pdf

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 (Release ID: 1664279) Visitor Counter : 127