સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે સક્રિય કેસમાં સતત ઘટાડાનું વલણ જાળવી રાખ્યું
સક્રિય કેસ ફક્ત પોઝિટીવ કેસના માત્ર 12.10% છે
સતત ચોથા દિવસે 9 લાખથી ઓછા સક્રિય કેસ
Posted On:
12 OCT 2020 11:10AM by PIB Ahmedabad
ભારતે સક્રિય કેસના સતત ઘટાડાના વલણને જાળવી રાખ્યું છે. એક મહિના પછી 9 લાખના ચિહ્નની નીચે સક્રિય કેસ જવા પામ્યા પછી સતત ચોથા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો.
હાલમાં સક્રિય કેસ દેશના કુલ પોઝિટીવ કેસ 8,61,853ના માત્ર 12.10 % છે.
ભારત પણ મોટા પ્રમાણમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી રહ્યું છે. કુલ સાજા થયેલા કેસ 61.5 લાખ (61,49,535) ની નજીક પહોંચ્યા છે. સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે 52,87,682 છે.
છેલ્લા 24 કલાકમાં 71,559 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસો 66,732 છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 86.36 % રહ્યો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.
એક જ દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં મહારાષ્ટ્ર અને કર્ણાટક 10,000 થી વધુનો ફાળો આપે છે.
છેલ્લા 24 કલાકમાં 66,732 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે.
આમાંથી 81% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. મહારાષ્ટ્ર હજુ પણ 10,000થી વધુ કેસ સાથે મોખરે છે, કર્ણાટક અને કેરળે 9,000થી વધુ નવા કેસોની નોંધણી કરી છે.
છેલ્લા 24 કલાકમાં 816 લોકોના મૃત્યુ નોંધાયા છે. તેમાંથી, લગભગ 85% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.
ગઇકાલે નોંધાયેલ મૃત્યુઆંકના 37% થી વધુ મહારાષ્ટ્રના છે (309 મૃત્યુ).
SD/GP/BT
(Release ID: 1663650)
Visitor Counter : 261
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam