પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન આંદોલન શરૂ કર્યું અને દરેકને કોરોના સામેની લડતમાં એક થવા આહ્વાન કર્યું

Posted On: 08 OCT 2020 9:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક જન આંદોલન શરૂ કર્યું અને દરેકને કોરોના સામેની લડતમાં એક થવા આહ્વાન કર્યું.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કોરોના સામેની લડતમાં બધાને એક થવા આહ્વાન કર્યું  હતું. "માસ્ક પહેરો, હાથ ધૂઓ, સામાજિક અંતરનું પાલન કરો અને બે ગજના અંતરને અનુસરો" ના મુખ્ય સંદેશાને પુનરાવર્તિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે એક સાથે સફળ થઈશું અને કોવિડ -19 સામે જીત મેળવીશું.

લોક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત, દરેક જણ કોવિડ-19 પ્રતિજ્ઞા લેશે. કેન્દ્ર સરકારના મંત્રાલયો / વિભાગો અને રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અનુરૂપ સંયોજિત યોજના અમલમાં મૂકવામાં આવશે:

  • ઉચ્ચ કેસ-ભારણવાળા જિલ્લાઓ- પ્રદેશોમાં વિશિષ્ટ લક્ષિત સંદેશાવ્યવહાર.
  • દરેક નાગરિક સુધી પહોંચવા માટે સરળ અને સાદી ભાષામાં સમજી શકાય તેવા સંદેશા
  • બધા મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશભરમાં પ્રસાર
  • જાહેર સ્થળોએ બેનરો અને પોસ્ટરો; ફ્રન્ટલાઈન કામદારોને સામેલ કરવા અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને લક્ષ્યાંકિત કરવા
  • સરકારી પરિસરમાં હોર્ડિંગ્સ / દિવાલ પેઇન્ટિંગ્સ / ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ
  • સંદેશને ઘર સુધી પહોંચાડવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રભાવકોનો સમાવેશ
  • નિયમિત જાગૃતિ પેદા કરવા માટે મોબાઈલ વાન ચલાવવી
  • ઓડિયો સંદેશાઓ; જાગૃતિ અંગેની પત્રિકાઓ / બ્રોશરો
  • કોવિડ સંદેશાઓનો પ્રસાર કરવા માટે સ્થાનિક કેબલ ઓપરેટર્સનો ટેકો મેળવવો
  • અસરકારક પહોંચ અને તેના પ્રભાવ માટે મીડિયા પ્લેટફોર્મને અભિયાનમાં સંકલિત કરવા

 

 

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1662612) Visitor Counter : 264