પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલીફોનિક સંવાદ

प्रविष्टि तिथि: 07 OCT 2020 2:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ફોન પર સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીરશિયાના રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસ પ્રસંગે શુભકામનાઓ તથા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ મહામહિમ પુતિન સાથેના તેમના લાંબા સમયના સહયોગ અને મિત્રતાને યાદ કરી હતી અને બાદમાં તેમને બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસમાં જે વ્યક્તિગત ભૂમિકા ભજવી છે તેની પ્રશંસા કરી હતી.

બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા દ્વારા ઉભા થયેલા પડકારો સામે સંપર્કમાં રહેવા સંમતિ આપી હતી. પ્રધાનમંત્રીએ જાહેર સ્વાસ્થ્યની સ્થિતિ સામાન્ય થયા પછી વહેલી તકે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનને આવકારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1662341) आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam