ગૃહ મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ના જવાનો અને તેમના પરિવારોને આરએએફની 28મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવી
                    
                    
                        
આરએએફ એ કાયદો અને વ્યવસ્થાને સંબંધિત પડકારોનો સામનો કરવા માટે પોતાને પ્રતિષ્ઠિત કરી છે
સમયાંતરે માનવતાવાદી કાર્યો અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સંરક્ષણ અભિયાનમાં તેમની પ્રતિબદ્ધતાએ ભારતને ગૌરવ અપાવ્યું છે
                    
                
                
                    Posted On:
                07 OCT 2020 11:16AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ને 28મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. શ્રી અમિત શાહે શુભેચ્છાઓ પાઠવતાં એક ટ્વિટમાં કહ્યું કે, “આરએએફ જવાનો અને તેમના પરિવારોને 28મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ. આરએએફ એ કાયદો અને વ્યવસ્થાને સંબંધિત પડકારોનો સામનો કરવા માટે પોતાને પ્રતિષ્ઠિત કરી છે. અનેકવાર માનવતાવાદી કાર્યો અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા અભિયાનમાં તેમની પ્રતિબદ્ધતાએ ભારતને ગૌરવ અપાવ્યું છે. 
આરએએફ એક વિશેષ ફોર્સ, ઓક્ટોબર 1992માં શરુ કરવામાં આવ્યું હતું જેમાં 10 ન જોડાયેલ બટાલિયનો સાથે શરૂ કરવામાં આવી હતી અને 01 જાન્યુઆરી, 2018 ના રોજ 5 વધુ એકમો તેનામાં જોડીને તેને વધારવામાં આવી હતી. આ એકમોની રચના સમાજના તમામ વર્ગમાં આત્મવિશ્વાસ વધારવા માટે, તોફાનો જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તથા આંતરિક સુરક્ષા ફરજો નિભાવવા માટે કરવામાં આવી હતી.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:  
     
     
 
                
                
                
                
                
                (Release ID: 1662255)
                Visitor Counter : 186
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam