સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સક્રિય કેસની ટકાવારી નીચે લાવવામાં સતત અગ્રેસર


કુલ નોંધાયેલા પોઝિટિવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 13.75% છે

નવા સાજા થયેલા કુલ કેસમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે

25 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસ કરતાં નવા સાજા થયેલા કેસોની સંખ્યા વધારે

Posted On: 06 OCT 2020 11:37AM by PIB Ahmedabad

ભારતમાં કુલ નોંધાયેલા કેસમાંથી હાલમાં સક્રિય હોય તેવા કેસની ટકાવારીમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે.

દેશમાં કુલ નોંધાયેલા કેસમાંથી હાલમાં સક્રિય કેસનું ભારણ 13.75% એટલે કે 9,19,023 દર્દીઓ છે.

સક્રિય કેસના ભારણમાં ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું છે અને સાથે-સાથે નવા સાજા થતા કેસની ટકાવારીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 56,62,490 છે. સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત 47 લાખ (47,43,467)નો આંકડો વટાવી ગયો છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો નોંધાઇ રહ્યો હોવાથી, આ તફાવત પણ સતત વધી રહ્યો છે.

નવા સાજા થયેલા દર્દીઓની મોટી સંખ્યાના કારણે રાષ્ટ્રીય સરેરાશ રિકવરી દર પણ વધુ સુધરીને 84.70% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 75,787 દર્દીઓ સાજા થઇ જવાથી તેમને રજા આપવામાં આવી છે જ્યારે નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 61,267 નોંધાઇ છે.

25 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા પુષ્ટિ થયેલા કેસની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઇ છે.

નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, દિલ્હી, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

માત્ર મહારાષ્ટ્રમાં જ એક જ દિવસ દિવસમાં સૌથી વધુ એટલે કે લગભગ 13,000 નવા દર્દી સાજા થઇ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા કેસોનો આંકડો 61,267 નોંધાયો છે.

નવા નોંધાયેલા કેસોમાંથી 75% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. નવા કેસના ભારણમાં મહારાષ્ટ્ર સતત અગ્રેસર રહ્યું છે જ્યાં એક દિવસમાં 10,000 કરતાં વધારે નવા કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ 7,000 કરતાં વધારે કેસ કર્ણાટકમાં નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 884 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ નોંધાયું છે.

આમાંથી, અંદાજે 80% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી અને મધ્યપ્રદેશમાંથી છે.

નવા નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 29% દર્દીઓ મહારાષ્ટ્રમાંથી (263 મૃત્યુ) હોવાનું નોંધાયું છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(Release ID: 1661988) Visitor Counter : 226