સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સૌથી વધુ સજા થયેલા દર્દીઓની સંખ્યામાં વૈશ્વિક ક્રમાંકમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું


ભારતમાં વિશ્વનો સૌથી ઓછો મૃત્યુદર

Posted On: 03 OCT 2020 11:33AM by PIB Ahmedabad

સાજા થયેલા દર્દીઓની મહત્તમ સંખ્યા સાથે ભારતે વિશ્વ કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 54 લાખ (54,27,706) ને પાર થઇ ગઈ છે. વૈશ્વિક સાજા થયેલા કેસના તે 21% છે, જ્યારે કુલ કેસમાં તેનો હિસ્સો 18.6% છે.

ભારતે અન્ય દેશોની તુલનામાં  સૌથી ઓછા મૃત્યુ દર (સીએફઆર) સાથે વૈશ્વિક સ્તરે ક્રમાંક જાળવી રાખ્યો છે

આજની તારીખમાં વૈશ્વિક મૃત્યુદર 2.97% છે, જ્યારે ભારતનો તુલનાત્મક આંકડો 1.56% છે.

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુનો આંક વિશ્વમાં સૌથી ઓછી છે. જ્યારે વૈશ્વિક સરેરાશ 130 મૃત્યુ / મિલિયન વસ્તી છે, જ્યારે ભારતમાં 73 મૃત્યુ / મિલિયન વસ્તીનો અહેવાલ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 75,628 સાજા થયેલા દર્દીઓ સાથે ભારતની દૈનિક સાજા થયેલા દર્દીઓની મોટી સંખ્યા નોંધાવવાનું સતત વલણ ચાલુ છે.

એક દિવસની સાજા થયેલ દર્દીઓની મોટા પ્રમાણની સંખ્યા પણ રાષ્ટ્રીય સાજા થવાના દરમાં સતત વધારામાં પ્રતિબિંબિત થાય છે, જે હાલમાં 83.84% છે.

છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા કેસમાં 74.36% 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના છે. આમાં મહારાષ્ટ્રનું સૌથી વધુ યોગદાન છે ત્યારબાદ આંધ્રપ્રદેશ અને કર્ણાટક.

સક્રિય કેસના આશરે 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. મહારાષ્ટ્ર 2.6 લાખથી વધુ કેસ સાથે મોખરે છે.

આજની તારીખે, સક્રિય કેસ દેશના પોઝિટિવ કેસ ભારણના ફક્ત 14.60% ફાળો આપે છે.

સળંગ 12મા ક્દિવસે ભારતે 10-લાખથી ઓછા સક્રિય કેસનું વલણ સતત ચાલુ રાખ્યું છે. આજે સક્રિય કેસની સંખ્યા 9,44,996 છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 79,476 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.

નવા પુષ્ટિ થયેલા કેસના 78.2% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે. નવા કેસોમાં મહારાષ્ટ્રનું યોગદાન લગભગ 16,000 જેટલું હતું, જે પહેલા કરતાં ઓછા છે. 9,258 નવા કેસ સાથે કેરળ બીજા ક્રમે પહોંચ્યું છે જ્યારે કર્ણાટકમાં દરરોજ નવા 8000 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1,069 લોકોના મૃત્યુ નોંધાયા છે.

છેલ્લાં 24 કલાકમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 84.1% લોકોના મૃત્યુ  થયા છે.

ગઈકાલે નોંધાયેલા મૃત્યાંકમાં 39.66% મહારાષ્ટ્રમાંથી 424 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ કર્ણાટક 125 લોકો મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT


(Release ID: 1661275) Visitor Counter : 233