આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
'સ્વચ્છતા કે 6 સાલ, બેમિસાલ' – MOHUA દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન – શહેરી (SBM-U) ના છ વર્ષની ઉજવણી કરવામાં આવશે
હરદીપ પુરીના હસ્તે સારસંગ્રહ અને ડાયનેમિક GIS પોર્ટલ રીલિઝ કરવામાં આવશે જેમાં અસરકારક SWM માટે નવીનતાપૂર્ણ આચરણો દર્શાવવામાં આવશે
કોવિડ-19 સામે ભારતીય શહેરોની પ્રતિક્રિયા પર આધારિત દસ્તાવેજ: સ્વચ્છતા પરિપ્રેક્ષ્ય બહાર પાડવામાં આવશે
છેલ્લા છ વર્ષમાં રાજ્યો/ શહેરોને થયેલા અનુભવોનું આદાનપ્રદાન કરવા માટે અને સ્વચ્છતમ્ ભારતની દિશામાં આગળ વધવા માટે ભાવી પગલાં નિર્ધારિત કરવા માટે એક સત્રનું આયોજન કરાશે
આજદિન સુધીમાં SBM-U અંતર્ગત 4,327 શહેરી સ્થાનિક એકમો (ULBs)ને ODF જાહેર કરવામાં આવ્યા
66 લાખ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો અને 6 લાખ સામુદાયિક/ સાર્વજનિક શૌચાલયોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું
આજ દિન સુધીમાં 1,319 શહેરોને પ્રમાણિત ODF+ અને 489 શહેરોને પ્રમાણિત ODF++નો દરજ્જો આપવામાં આવ્યો
2900+ શહેરોમાં 59,900 શૌચલયોને ગૂગલ મેપ્સ પર લાઇવ કરવામાં આવ્યા
SWM અંતર્ગત 97% વૉર્ડ્સમાં ઘરે ઘરે જઇને કચરાનું એકત્રીકરણ પૂર્ણ કરવામાં આવ્યું
77% વૉર્ડ્સમાં કચરાના સ્રોતનું અલગીકરણ કરવામાં આવ્યું છે જ્યારે કુલ ઉત્પાદિત થયેલા કચરામાંથી 67%ની પ્રક્રિયા કરવામાં આવી રહી છે - 2014માં માત્ર 18%
Posted On:
01 OCT 2020 11:13AM by PIB Ahmedabad
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આ વર્ષે 2 ઓક્ટોબર 2020 એટલે કે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત મિશન – શહેરી (SBM-U)ની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે 'સ્વચ્છતા કે 6 સાલ, બેમિસાલ' શીર્ષક સાથે વેબિનારનું આયોજન કરીને વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ખાસ કરીને આ મિશન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓની ઉજવણી અને રાજ્યો તેમજ શહેરો અને સહભાગી સંગઠનોના અનુભવના આદાનપ્રદાન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. MoHUAના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપસિંહ પુરીની અધ્યક્ષતામાં આ વેબિનારનું આયોજન કરવામાં આવશે જ્યારે MoHUAના સચિવ શ્રી દુર્ગાશંકર મિશ્રા અને MoHUAના અધિક સચિવ શ્રી કામરાન રિઝવી પણ આ પ્રસંગે જોડાશે.
મંત્રીશ્રી દ્વારા આ પ્રસંગે એક સારસંગ્રહ અને ડાયનેમિક GIS પોર્ટલ પણ રીલિઝ કરવામાં આવશે જેમાં ઘન કચરાના અસરકારક વ્યવસ્થાપન (SWM) માટે સમગ્ર ભારતમાં અપનાવવામાં આવેલા નવીનતાપૂર્ણ આચરણો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, કોવિડ-19 સામે ભારતીય શહેરોની પ્રતિક્રિયા દસ્તાવેજ: સફાઇનું પરિપ્રેક્ષ્ય પણ બહાર પાડવામાં આવશે જે NIUA દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મળ કાદવ અને કિચડ વ્યવસ્થાપન (NFSSM) સંગઠન દ્વારા સંકલિત કરવામાં આવેલા સફાઇ કર્મચારીઓના પ્રેરણાત્મક કથા સંગ્રહ – 'ફ્રન્ટ લાઇન સ્ટોરિઝ ઓફ રેઝિલન્સ: ઇન્ડિયાઝ સેનિટાઇઝેશન ચેમ્પિયન્સ'નું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવશે અને શહેરી વ્યવસ્થાપન કેન્દ્ર (UMC) દ્વારા સફાઇ કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવેલી સલામતી ટૂલકીટ્સ પણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવશે.
આ સત્રના ઉત્તરાર્ધમાં છેલ્લા છ વર્ષમાં પસંદગીના રાજ્યો અને શહેરોના સ્વચ્છતા સંબંધિત અનુભવોનું આદાનપ્રદાન અને સ્વચ્છતમ્ ભારતની દિશામાં આગળ વધવા માટે આગામી પગલાં નિર્ધારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ તમામ હિતધારકોને એકબીજા પાસેથી કંઇક નવું શીખવાની અને મિશનના આગામી તબક્કાની પરિકલ્પના કરવાની તક પૂરી પાડશે.
2014માં SBM-Uનો પ્રારંભ થયો ત્યારથી જ, સફાઇ અને ઘન કચરાના વ્યવસ્થારન, બંને ક્ષેત્રમાં તેની નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. આજદિન સુધીમાં 4,327 શહેરી સ્થાનિક એકમો (ULBs)ને ODF જાહેર કરવામાં આવ્યા છે. 66 લાખથી વધુ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો અને 6 લાખ કરતાં વધારે સામુદાયિક/ સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ કરીને જ આ શક્ય બન્યું છે, જે આ મિશન અંતર્ગત નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્ય કરતાં ઘણી મોટી સંખ્યામાં શૌચાલયોનું નિર્માણ છે. આ મિશનમાં હવે તેના ODF+ અને ODF++ પ્રોટોકોલ દ્વારા સર્વાંગી સફાઇ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેમાં આજદિન સુધીમાં 1,319 શહેરોને પ્રમાણિત ODF+ અને 489 શહેરોને પ્રમાણિત ODF++ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, 2900થી વધારે શહેરોમાં 59,900 કરતાં વધારે શૌચાલયોને ગૂગલ મેપ્સ પર લાઇવ કરવામાં આવ્યા છે. ઘન કચરાના વ્યવસ્થાપનના ક્ષેત્રે, 97% વૉર્ડ્સમાંથી ઘરે ઘરે જઇને કચરાના એકત્રીકરણનું કાર્ય, 77% વૉર્ડ્સમાં કચરાના સ્રોતનું અલગીકરણ કરવામાં આવ્યું છે જ્યારે કુલ ઉત્પાદિત થયેલા કચરામાંથી 67%ની પ્રક્રિયા કરવામાં આવી રહી છે - 2014માં માત્ર 18%ની પ્રક્રિયા થતી હતી તેની તુલનાએ લગભગ 4 ગણો વધારો થયો છે. કચરા મુક્ત શહેર માટે MoHUA દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સ્ટાર રેટિંગ પ્રોટોકોલના આધારે, કુલ છ શહેરો (ઇન્દોર, અંબિકાપુર, નવી મુંબઇ, સુરત, રાજકોટ અને મૈસૂર)ને 5 સ્ટાર શહેરનું રેન્કિંગ આપવામાં આવ્યું છે જ્યારે 86 શહેરોને 3 સ્ટાર અને 64 શહેરોને 1 સ્ટારનું રેન્કિંગ આપવામાં આવ્યું છે. વધુમાં, આ એક સરકારી કાર્યક્રમ હોવાથી, સમગ્ર મિશનને એક લોક ચળવળમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જે MoHUA દ્વારા દર વર્ષે હાથ ધરવામાં આવતા વાર્ષિક સ્વચ્છતા સર્વેના છેલ્લા સંસ્કરણ સ્વચ્છ સર્વેક્ષણ 2020માં 12 કરોડથી પણ વધારે નાગરિકોની સહભાગીતા સાથે ખરા અર્થમાં 'જન આંદોલન'નું રૂપ લઇ શક્યું છે. સૌને સમાનતા અને સમાજના દરેક વર્ગની સમાવેશિતાની મહાત્મા ગાંધીની દૂરંદેશીને અનુલક્ષીને તમામ સફાઇ કર્મચારીઓ અને અનિયત કચરો વીણનારાઓને ગૌરવપૂર્ણ આજીવિકા આપવા પર આ મિશનમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ દિશામાં આગળ વધતા, આ મિશન અંતર્ગત સફળતાપૂર્વક 84,000થી વધારે અનિયત કચરો વીણનારાઓને મુખ્ય પ્રવાહમાં સંમિલિત કરવામાં આવી રહ્યાં છે જ્યારે 5.5 લાખથી વધારે સફાઇ કામદારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોવામાં આવ્યા છે.
ULBsના અધિકારીઓ અને સ્ટાફનું ક્ષમતા નિર્માણ કરવું એ પણ આ મિશનનું એક અભિન્ન અંગ છે. આ પ્રયાસના ભાગરૂપે, રાષ્ટ્રીય શહેરી બાબતો સંસ્થાન (NIUA)ની મદદથી મંત્રાલય દ્વારા, 3,200 ULBsનું પ્રતિનિધિત્વ કરતા 6,000થી વધુ અધિકારીઓની સહભાગીતા સાથે સમગ્ર ભારતમાં 150 કરતાં વધારે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વચ્છ ભારત મિશન એ ભારત સરકારની એક મુખ્ય યોજના છે જેનો પ્રારંભ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતેથી 2 ઓક્ટોબર 2014ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આ મિશન 2 ઓક્ટોબર 2019ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ સુધીમાં 'સ્વચ્છ ભારત'નું તેમનું સપનું સાર્થક કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનના શહેરી ઘટકનું સંચાલન MoHUA દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમનો બહોળો હેતુ શહેરી ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) કરવાની સાથે સાથે નાગરિકોમાં ખૂબ જ મોટા પાયે રીતભાતો અને રહેણીકરણીમાં પરિવર્તન લાવીને અદ્યતન તેમજ વૈજ્ઞાનિક ઢબે કચરાનું વ્યવસ્થાપન કરવાનો છે.
SD/GP/BT
(Release ID: 1660572)
Visitor Counter : 318
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Telugu
,
Punjabi
,
Tamil
,
Malayalam