પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત-શ્રીલંકા વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર મંત્રણામાં પ્રધાનમંત્રી કરેલ પ્રારંભિક નિવેદન
Posted On:
26 SEP 2020 5:36PM by PIB Ahmedabad
મહાશય
પ્રધાનમંત્રી
મહિન્દા રાજપક્ષે
નમસ્કાર,
આયુબોવન,
વણકમ્
મહાશય,
આ વર્ચુઅલ સમિટમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હંમેશ મુજબ આપની પ્રથમ સત્તાવાર મુલાકાત નિમિત્તે ભારતમાં આપનું સ્વાગત કરીને અમને ખૂબ આનંદ થયો હોત, તે આમંત્રણ હંમેશા તમારા માટે રહેશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં મને આનંદ છે કે આપણે આ શિખર મંત્રણા કરી રહ્યા છીએ. તમે આ શિખર મંત્રણા માટે મારું આમંત્રણ સ્વીકાર્યું, તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
હું તમને પ્રધાનમંત્રી પદ સાંભળવા બદલ અભિનંદન આપું છું. સંસદીય ચૂંટણીમાં એસએલપીપીની જંગી જીત માટે હું તમને ફરીથી અભિનંદન આપું છું. આ ઐતિહાસિક જીત તમારા નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેનો બહુપક્ષીય સંબંધ હજારો વર્ષ જૂનો છે. મારી સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર સિદ્ધાંત હેઠળ, અમે શ્રીલંકા સાથેના સંબંધોને વિશેષ અને ઉચ્ચ અગ્રતા આપીએ છીએ.
બિમસ્ટેક, આઇઓઆરએ, સાર્ક મંચો પર ભારત અને શ્રીલંકા પણ ઘનિષ્ઠ સહકાર આપે છે. તમારી પાર્ટીની તાજેતરની જીતથી ભારત અને શ્રીલંકાના સંબંધોમાં નવા ઐતિહાસિક અધ્યાયને ઉમેરવાની એક મોટી તક ઉભી થઈ છે. બંને દેશોના લોકો નવી આશા અને ઉત્સાહથી આપણી તરફ જોઈ રહ્યા છે.
મને વિશ્વાસ છે કે તમને મળેલો મજબૂત જનાદેશ અને સંસદમાંથી તમારી નીતિઓને મળી રહેલું મજબૂત સમર્થન અમને દ્વિપક્ષીય સહકારના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરવામાં મદદ કરશે. હવે હું પ્રધાનમંત્રી રાજપક્ષેને વિનંતી કરું છું કે તેઓ તેમનું પ્રારંભિક નિવેદન આપે.
SD/GP/BT
(Release ID: 1659451)
Visitor Counter : 214
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam