સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ


14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતની કુલ સરેરાશ કરતાં વધુ ટીપીએમ અને ઓછો પોઝિટીવીટી દર

10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં 74% નવા કેસ કેન્દ્રિત છે

Posted On: 23 SEP 2020 1:20PM by PIB Ahmedabad

ભારતની પરીક્ષણ ક્ષમતા દૈનિક પરીક્ષણોમાં 12 લાખથી વધુની થઇ ગઈ છે. દેશભરમાં કુલ 6.6 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ઉચ્ચ સ્તરનું પરીક્ષણ પોઝિટીવ કેસની પ્રારંભિક ઓળખ તરફ દોરી જાય છે અને એનાથી એ પુરવાર થાય છે કે આખરે પોઝિટિવિટી દર ઘટશે.

ભારતમાં ખૂબ ઉંચા પરીક્ષણના આંકડાની લહેર હોવાથી, તેની સાથે 14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ સારો પ્રતિસાદ દાખવતા પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટી.પી.એમ.) વધુ કર્યા અને ત્યાં રાષ્ટ્રીય સરેરાશ કરતા નીચો પોઝિટિવિટી દર રહ્યો છે.

રાષ્ટ્રીય સંચિત પોઝિટિવિટી દર 8.52% છે અને આજે પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટી.પી.એમ.) 48028 થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 83,347 નવા કેસ નોંધાયા છે.

નવા પુષ્ટિ થયેલા કેસમાંના 74% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

મહારાષ્ટ્ર 18000થી વધુ કેસ સાથે મોખરે છે ત્યારબાદ આંધ્રપ્રદેશ અને કર્ણાટક અનુક્રમે 7000 અને 6000થી વધુનું યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 1,085 મૃત્યુ નોંધાયા છે.

કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુમાં 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 83% જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં 392 તથા કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે 83 અને 77 લોકોના મૃત્યુ થયા છે.

 

SD/GP/BT



(Release ID: 1658165) Visitor Counter : 190