સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સાજા થવાની વધતી સંખ્યાના વલણને જાળવી રાખ્યો છે


સતત પાંચમા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ

સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 81%ને પાર

Posted On: 23 SEP 2020 11:00AM by PIB Ahmedabad

કેન્દ્રિત વ્યૂહરચનાઓ અને અસરકારક, સંકલિત અને સક્રિય પગલાંથી ભારત સાજા થયેલા કેસમાં તીવ્ર વધારો નોંધાવી રહ્યું છે. ભારતમાં સતત પાંચમા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ થઇ ગઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 89,746 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 83,347 છે.

આ સાથે સાજા થયેલા કેસની કુલ સંખ્યા 45,87,613 છે. આજે સાજા થવાનો દર 81.25% થયો છે.

વિશ્વમાં ભારતમાં સૌથી વધુ સાજા થયેલા કેસ છે. વૈશ્વિક સાજા થયેલા કેસની સંખ્યામાં તે 19.5% નું યોગદાન આપે છે.

ભારતમાં નવા કેસ કરતા સાજા થયેલા કેસ વધુ  નોંધાયા છે તે જ વલણ ઘણા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળી રહ્યું  છે.

નવા કેસ કરતાં 17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા સાજા થયેલા કેસ વધુ છે.

નવા સાજા થયેલા કેસના 75% કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ, ઓડિશા, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ અને હરિયાણા આ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયેલા છે.

સાજા થયેલા દર્દીઓના 20,000થી વધુ નવા કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું છે. એક દિવસની રિકવરીમાં આંધ્રપ્રદેશનું 10,000થી વધુ યોગદાન છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(Release ID: 1658061) Visitor Counter : 190