સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

વૈશ્વિક સંદર્ભમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ભારત અમેરિકા કરતાં આગળ નીકળતા પ્રથમ ક્રમે પહોંચ્યું


સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 42 લાખને પાર; જે વૈશ્વિક સાજા થયેલા કેસના 19% છે

ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધુ એક શિખર સર કર્યું

છેલ્લા 24 કલાકમાં 95,000થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા

Posted On: 19 SEP 2020 11:00AM by PIB Ahmedabad

મહત્ત્વની વૈશ્વિક સિદ્ધિમાં, ભારત અમેરિકા કરતા આગળ નીકળ્યું છે અને વૈશ્વિક કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં ટોચનો દેશ બન્યો છે.

ભારતમાં 42 લાખથી વધુ (42,08,431) કોવિડ દર્દીઓ સાજા થયા અને રજા આપવામાં આવી છે. ભારતમાં જે વૈશ્વિક સાજા થયેલા કેસના 19% છે, જે રાષ્ટ્રીય સાજા થવાના દરને લગભગ 80% (79.28%) પર મજબૂત બનાવે છે.

સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યામાં અધિકતમ વધારો થયો છે.

કેન્દ્ર સરકારની આગેવાનીમાં ઉચ્ચ-આક્રમક પરીક્ષણ, ત્વરિત સર્વેલન્સ અને ટ્રેકિંગ સાથે પ્રમાણભૂત ઉચ્ચ ગુણવત્તાની તબીબી દેખરેખ દ્વારા પ્રારંભિક ઓળખ, પ્રમાણબદ્ધ, પ્રતિભાવશીલ અને અસરકારક પગલાં મળીને આ વૈશ્વિક સિદ્ધિ મેળવી છે .

કોવિડ-19 સામે તેની કટિબદ્ધ અને નિશ્ચિત લડતમાં, ભારતે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીની એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધુ એક શિખર સર કર્યું છે. કુલ 95,880 દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા સાજા થયેલા 90% કેસ 16 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયાના એહવાલ પ્રાપ્ત થયા છે.

નવા સાજા થયેલા કેસોમાંથી, આશરે 60% કેસ મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આ પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે.

એકલા મહારાષ્ટ્રએ એક જ દિવસમાં સાજા થયેલા કેસમાં 22,000 (23%) થી વધુ અને આંધ્રપ્રદેશએ 11,000 (12.3%) થી વધુ ફાળો આપ્યો છે.

સાજા થયેલા કુલ કેસમાંથી 90% કેસ 15 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયેલા છે.

મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં મહત્તમ કેસ ભારણ વાળા ટોચનાં પાંચ રાજ્યો પણ કુલ સજા થયેલા કેસ માટે મહત્વના છે.

ભારતે ખૂબ મોટા પ્રમાણમાં સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવવાનો સતત માર્ગ જાળવી રાખ્યો છે. આ કેન્દ્રિત વ્યૂહરચનાઓનું પરિણામ છે કે જેનાથી રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં સંચાલિત અસરકારક પ્રક્રિયા થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તબીબી વ્યવસ્થાપન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના વ્યાપક ધોરણ બહાર પાડ્યા છે. વૈશ્વિક ઉભરતા પુરાવાઓને ધ્યાનમાં રાખીને, આ નિયમિતપણે સુધારીને મજબુત કરવામાં આવે છે. ભારતે ઇન્વેસ્ટીગેશનલ થેરાપીઝજેવા રેમેડિઝવીર, કોન્વેલેસન્ટ પ્લાઝ્મા અને ટોસિલીઝુમાબના તર્કસંગત ઉપયોગની મંજૂરી આપી છે અને કોવિડ દર્દીઓમાં રિકવરી માટે સહાય માટે ઉચ્ચ પ્રવાહ ઓક્સિજન, નોન-ઇંવેસ્ટિવ વેન્ટિલેશન, સ્ટીરોઇડ્સ અને એન્ટી-કોગ્યુલેન્ટ્સનો ઉપયોગ જેવા પગલાં અપનાવ્યા છે. હળવા અને મધ્યમ કેસો માટે નિરીક્ષણ હેઠળ હોમ/ સુવિધા આઇસોલેશન, તાત્કાલિક અને સમયસર સારવાર માટે દર્દીઓને લઇ જવા માટે એમ્બ્યુલન્સની સુધારેલી સેવાઓએ ખામીરહિત અને કાર્યક્ષમ દર્દી સંચાલનને સક્ષમ કર્યું છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવી દિલ્હીની એઇમ્સે 'રાષ્ટ્રીય ઇ-આઇસીયુ ઓન કોવિડ-19 મેનેજમેન્ટ' અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સ દ્વારા, આઇસીયુમાં ડોકટરોની ક્લિનિકલ મેનેજમેન્ટ કુશળતા વધારવા માટે દર મંગળવારે અને શુક્રવારે અઠવાડિયામાં બે દિવસ હાથ ધરવામાં આવેલા સત્રોએ દેશભરમાં સાજા થયેલા કુલ કેસમાં નોંધપાત્ર વધારો કરવામાં અને નીચા અને સતત ઘટતા મૃત્યુદરને જાળવવામાં મદદ કરી છે. આજદિન સુધી દેશના 28 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની 249 હોસ્પિટલોને આવરી લેતા આવા 19 રાષ્ટ્રીય ઇ-આઇસીયુ યોજાયા છે.

કેન્દ્ર સરકાર રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આપવામાં આવતી સહાયની નિયમિત સમીક્ષા કરે છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનેક ઉચ્ચ સ્તરીય વિશિષ્ટ વિશેષતા ધરાવતા નિષ્ણાંતોની કેન્દ્રીય ટીમો તૈનાત કરવામાં આવી છે. જે તેમને કન્ટેનમેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ અને કાર્યક્ષમ ક્લિનિકલ મેનેજમેન્ટને મજબૂત કરવા માટે સહાયરૂપ થાય છે. કેન્દ્ર પણ હોસ્પિટલો / આરોગ્ય સુવિધાઓમાં તબીબી ઓક્સિજનની ઉપલબ્ધતાની નિયમિત સમીક્ષા કરે છે.પરિણામે ભારતે વધુ પ્રમાણમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં નિર્ણાયક હસ્તક્ષેપની ભૂમિકા ભજવી છે અને નિમ્ન મૃત્યુ દર (સીએફઆર) જાળવી રાખ્યો છે, જે હાલમાં 1.61% છે.

 

SD/GP/BT



(Release ID: 1656609) Visitor Counter : 207