સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રેપિડ એન્ટિજેન પરીક્ષણમાં મળેલા લક્ષણો ધરાવતા નેગેટિવ કેસોનું RT-PCR દ્વારા ફરજિયાતપણે ફરી પરીક્ષણ કરવા માટે આરોગ્ય મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો


રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સુનિશ્ચિત કરશે કે, સંક્રમણ રોકવામાં એકપણ પોઝિટીવ કેસ ચુકાઇ જાય નહીં

Posted On: 10 SEP 2020 12:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક મોટા રાજ્યોમાં રેપિડ એન્ટિજેન પરીક્ષણો (RAT)માં મળેલા લક્ષણો ધરાવતા નેગેટિવ કેસોનું RT-PCT પરીક્ષણ દ્વારા ફરી ફોલોઅપ પરીક્ષણ કરવામાં આવતું નથી.

ICMR તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે ટાંકવામાં આવ્યું છે કે, નીચે ઉલ્લેખ કરેલી બે શ્રેણીની વ્યક્તિઓનું ફરજિયાતપણે RT-PCR પરીક્ષણ દ્વારા ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે:

  1. રેપિડ એન્ટિજેન પરીક્ષણો (RAT) દ્વારા મળી આવેલા લક્ષણો ધરાવતા (તાવ અથવા ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ) તમામ નેગેટિવ કેસો
  2. RATમાં મળી આવેલા લક્ષણો વગરના તમામ નેગેટિવ કેસ કે જેમને નેગેટિવ પરીક્ષણ થયા પછી 2 થી 3 દિવસમાં લક્ષણો દેખાયા હોય.

આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR દ્વારા સંયુક્ત રીતે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, RATમાં મળી આવેલા લક્ષણો ધરાવતા તમામ નેગેટિવ કેસનું RT-PCR પરીક્ષણ દ્વારા ફરજિયાતપણે ફરીથી પરીક્ષણ કરવામાં આવે. લક્ષણો ધરાવતા આવા કોઇપણ નેગેટિવ કેસ પરીક્ષણ કર્યા વગર રહી ના જાય અને તેમના સંપર્કોના કારણે આ બીમારી અન્ય લોકોમાં ના પ્રસરે તે સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે. આમ કરવાથી આવા ખોટા નેગેટિવ કેસોનું વહેલું નિદાન અને આઇસોલેશન/ હોસ્પિટલાઇઝેશન સુનિશ્ચિત થઇ શકશે. સંયુક્ત રીતે મોકલવામાં આવેલા પત્રમાં એ બાબતનો પણ પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો કે, ફિલ્ડમાં પરીક્ષણોનો ઍક્સેસ અને ઉપલબ્ધતા વધારવા માટે RATનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે, RT-PCR કોવિડના પરીક્ષણ માટે સોનેરી માપદંડ યથાવત છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એવો પણ અનુરોધ કર્યો છે કે, તેઓ તાકીદના ધોરણે દરેક જિલ્લામાં અને રાજ્ય સ્તરે દેખરેખ વ્યવસ્થાતંત્ર (એક નિયુક્ત અધિકારી અથવા ટીમ)ની રચના કરે જેથી આવા કેસોનું ફોલોઅપ લઇ શકાય. આ ટીમો જિલ્લા અને રાજ્ય સ્તરે હાથ ધરવામાં આવેલા RATની વિગતોનું દૈનિક ધોરણે વિશ્લેષણ કરશે અને લક્ષણો ધરાવતા તમામ નેગેટિવ કેસોના ફરી પરીક્ષણમાં સહેજ પણ વિલંબ ના થાય તેની ખાતરી કરશે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉદ્દેશ એવી ખાતરી કરવાનો હોવો જોઇએ કે એક પણ સંભવિત પોઝિટીવ કેસ ચુકાઇ જાય નહીં. તેમને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, તેઓ ફોલોઅપ તરીકે કરવામાં આવેલા RT-PCR પરીક્ષણો દરમિયાન પોઝિટીવ મળતા કેસો પર નિયમિત ધોરણે દેખરેખ રાખવા માટે વિશ્લેષણ કરે.

 

 

SD/GP/BT


(Release ID: 1653175) Visitor Counter : 285