સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે કોવિડ-19 પરીક્ષણોમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવાનું ચાલુ રાખ્યું


સતત 2 દિવસથી 11.70 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે

ખૂબ ઉંચું પરીક્ષણ સ્તર હોવા છતાં, દૈનિક પોઝિટિવિટી દર 7.5% ની નીચે અને સંચિત પોઝિટિવિટી દર 8.5% કરતા ઓછો

Posted On: 04 SEP 2020 12:08PM by PIB Ahmedabad

દૈનિક 10 લાખથી વધુ પરીક્ષણો કરવાની દૈનિક પરીક્ષણ ક્ષમતાને વધારવાના લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા પછી, ભારતે છેલ્લા બે દિવસથી કોવિડ-19 પરીક્ષણમાં નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. સતત આ બે દિવસો સુધી દેશભરમાં 11.70 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 11,69,765 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. 

બીજા કોઈ પણ દેશે આવા ખૂબ જ ઉચ્ચ દૈનિક પરીક્ષણના આ સ્તરો પ્રાપ્ત કર્યા નથી.

દૈનિક પરીક્ષણમાં આ વધારો થતાં, કુલ સંચિત પરીક્ષણો 4.7 કરોડની નજીક પહોંચી ગયા છે. આજની તારીખે સંચિત પરીક્ષણો 4,66,79,145 પર પહોંચી ગયા છે.

આ ખૂબ ઉંચા દૈનિક પરીક્ષણ સાથે પણ, દૈનિક પોઝિટિવિટી રેટ હજી પણ 7.5% ની નીચે છે, જ્યારે સંચિત પોઝિટિવિટી દર 8.5% કરતા ઓછો છે. આ પરિણામો સફળ કેન્દ્ર-સંચાલિત વ્યૂહરચના ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને પ્રતિબિંબિત કરે છે, જે મોટાભાગના રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અસરકારક રીતે લાગુ કરવામાં આવી છે.

વ્યાપક સ્તરે પર સતત ઉચ્ચ પરીક્ષણ પ્રારંભિક નિદાન, ત્વરિત આઇસોલેશન અને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં સક્ષમ બનાવે છે. નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેશન અને હોસ્પિટલોમાં માનક સારવાર પ્રોટોકોલના આધારે અસરકારક સારવાર આપવામાં આવી રહી છે અને મૃત્યુદરમાં પણ ઘટાડો થાય છે. 1% ની નીચે મૃત્યુદર ઘટાડવાના લક્ષ્ય સાથે, સ્થિર અને સતત ઘટાડાના ક્રમ પછી ભારતનો મૃત્યુદર (સીએફઆર) 1.74% ની સપાટીએ પહોંચી ગયો છે.

પરીક્ષણના સ્તરોમાં ભારતની નોંધપાત્ર વૃદ્ધિ એ સમગ્ર દેશમાં દૈનિક વિસ્તરતા ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્કનું પરિણામ છે. આજની તારીખે, સરકારી ક્ષેત્રમાં 1025 લેબ્સ અને 606 ખાનગી લેબ્સ સાથે દેશવ્યાપી નેટવર્ક 1631 કુલ લેબ સુવિધાઓથી મજબૂત બન્યું છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 827 (સરકારી: 465 + ખાનગી: 362)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 683 (સરકારી: 526 + ખાનગી: 157)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 121 (સરકારી: 34 + ખાનગી: 87)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT 

 


(Release ID: 1651262) Visitor Counter : 276