સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું – એક જ દિવસમાં સર્વાધિક પરીક્ષણો કર્યાં


છેલ્લા 24 કલાકમાં 10.5 લાખથી વધુ લોકોનું કોવિડનું પરીક્ષણ કરવામાં આવ્યું

તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો WHOની સલાહ અનુસાર પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ 140 પરીક્ષણો કરતાં વધુ સંખ્યામાં પરીક્ષણો કરી રહ્યાં છે

Posted On: 30 AUG 2020 11:56AM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. દેશમાં આજદિન સુધીમાં પહેલી વખત એક જ દિવસમાં સર્વાધિક એટલે કે 10.5 લાખ કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 10,55,027 પરીક્ષણો સાથે ભારતે એક જ દિવસમાં 10 લાખ કરતાં વધુ સેમ્પલના પરીક્ષણો કરવાની પોતાની રાષ્ટ્રીય નિદાનની ક્ષમતા વધુ મજબૂત બનાવી છે.

આ સિદ્ધિ સાથે, અત્યાર સુધીમાં કુલ પરીક્ષણોનો આંકડો 4.14 કરોડ કરતાં વધારે (4,14,61,636) થઇ ગયો છે. કોવિડ-19ની વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા, સતત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે સંકલન સાથીને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ”ની સંભાળની વ્યૂહનીતિની પરિકલ્પના કરીને તેનો સતત અમલ કરવામાં આવી રહ્યો છે. સઘન પરીક્ષણના મજબૂત આધારસ્તંભથી શરૂઆત કરીને, પોઝિટીવ કેસોનું વહેલી તકે નિદાન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમના સંપર્કોને સમયસર અને અસરકારક રીતે ટ્રેસ કરવાનું શક્ય બન્યું છે અને ટ્રેસ કરવાનું સુનિશ્ચિત થઇ શકે છે. ત્યારબાદ હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા કેસોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે જ્યારે તીવ્ર અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

પરીક્ષણની ક્ષમતામાં પ્રચંડ વૃદ્ઘિ અને કુલ પરીક્ષણોની વિપુલ સંખ્યાના પરિણામે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યામાં વધારો થયો છે. આજે આ આંકડો વધીને 30,044 થઇ ગયો છે.

WHO દ્વારા “કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્યના સમાયોજન માટે જાહેર આરોગ્ય ધોરણો અને સામાજિક માપદંડો” શીર્ષક સાથે આપવામાં આવેલા માર્ગદર્શનમાં સલાહ આપવામાં આવી છે કે, કોવિડ-19ના શંકાસ્પદ કેસોનું વ્યાપક સર્વેલન્સ કરવું જોઇએ. WHO દ્વારા સલાહ આપવામાં આવી છે કે, દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ 140 પરીક્ષણો થવા જોઇએ. અન્ય એક સિદ્ધિ તરીકે, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દૈનિક સરેરાશ પરીક્ષણનો આંકડો WHO દ્વારા સૂચવવામાં આવેલા આંકડા કરતાં વધુ થઇ ગયો છે. કેટલાક રાજ્યોની બહેતર કામગીરીના પરિણામે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ત્યાં ઓછો પોઝિટીવિટી દર નોંધાયો છે.

પરીક્ષણની વ્યૂહનીતિના ભાગરૂપે રાષ્ટ્રીય લેબોરેટરીના નેટવર્કમાં પણ સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આજે, દેશમાં 1003 સરકારી ક્ષેત્રની લેબોરેટરી અને 580 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી સાથે કુલ 1583 લેબોટેરરીમાં કોવિડના પરીક્ષણ માટે સુવિધા પૂરી પાડવમાં આવી રહી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 811 (સરકારી: 463 + ખાનગી: 348)

TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 651 (સરકારી: 506 + ખાનગી: 145)

CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 121 (સરકારી: 34 + ખાનગી: 87)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT

 



(Release ID: 1649896) Visitor Counter : 193