પ્રધાનમંત્રીનું કાર્યાલય

મન કી બાતમાં, પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આઝાદીની ચળવળના ઓછા જાણીતા નેતાઓની ગાથાને મુખ્ય પ્રવાહમાં લાવવા પ્રોત્સાહિત કર્યા

Posted On: 30 AUG 2020 3:04PM by PIB Ahmedabad

મન કી બાત કાર્યક્રમની તાજેતરની શૃંખલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આઝાદીની લડતના અજાણ્યા યોદ્ધાઓની ગાથાને ઉજાગર કરવા પ્રેરિત કર્યા. હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે વ્યક્તિ પોતાની સફળતા વિષે વિચાર કરે છે ત્યારે તેને હંમેશા પોતાના શિક્ષકની યાદ આવે છે. તેમણે કહ્યું કે, કોવિડ સંકટે શિક્ષકો સમક્ષ એક પડકાર ઊભો કરી દીધો છે અને તેમણે નવા સાધનો અને ટેકનોલોજીને અત્યંત સરળતાપૂર્વક પોતાની પ્રવૃત્તિમાં સાંકળીને ઉપયોગમાં લીધી છે કે જે તેમણે વિદ્યાર્થીઓને પણ હસ્તાંતરીત કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શિક્ષકો વિદ્યાર્થીઓ સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ફાયદા પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

દેશ વર્ષ 2022માં પોતાની આઝાદીના 75મા વર્ષની વર્ષગાંઠ ઉજવશે એ બાબત નોંધીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માટે આપણી સ્વતંત્રતા ચળવળના આ યોદ્ધાઓ વિષે અવગત રહેવું હિતાવહ છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે આપણાં વિદ્યાર્થીઓ સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસ અને સાથે-સાથે તેમના સ્થાનિક વાતાવરણ વિષે માહિતગાર હશે માત્ર ત્યારે જ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઉપર તેમની છાપ જોવા મળશે.

પ્રધાનમંત્રીએ સૂચન આપ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે સંશોધનનો એવો પણ કોઈ વિષય શોધી શકાય કે સ્વતંત્રતા દરમિયાન તેઓ જ્યાં રહે છે તે જિલ્લામાં કે આસપાસ શું કોઈ એવી ઘટના બની હતી ખરી. સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલ એવા કોઈ સ્થળની વિદ્યાર્થીઓ માટે કોઈ મુલાકાત આયોજિત કરી શકાય.  તેમણે વધુમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે આપણાં સ્વતંત્રતા સંગ્રામના નાયકો વિષે કેટલીક શાળાઓ 75 કવિતાઓ અને નાટ્ય રૂપાંતરણોની રચના કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી શકે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ પ્રયાસો એવા લાખો અજાણ્યા નાયકો કે જેઓ દેશ માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા હતા પરંતુ સમય સાથે વિસ્મૃતિમાં સરી પડ્યા છે, તેમની ગાથાઓને લોકો સુધી પહોંચાડશે. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીએ શિક્ષકોને આ માટેનું વાતાવરણ નિર્માણ કરવા અને તેની માટે કાર્ય શરૂ કરવાનું આહવાહન કર્યું હતું.

SD/GP/BT


(Release ID: 1649836) Visitor Counter : 217