સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સતત બે દિવસથી ભારતમાં દૈનિક 9 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
કુલ પરીક્ષણોની સંખ્યા 4 કરોડની નવી ટોચ ઉપર
છેલ્લા 2 અઠવાડિયામાં 1 કરોડથી વધુના પરીક્ષણ કરવામાં આવ્યા
Posted On:
28 AUG 2020 1:15PM by PIB Ahmedabad
ભારતે કેન્દ્ર સરકારની “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ” ની વ્યૂહરચના પર સખત ધ્યાન રાખીને સતત બીજા દિવસે ભારતમાં દૈનિક 9 લાખથી વધુ કોવિડ -19 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે. ભારતે પહેલાથી જ દરરોજ 10 લાખ પરીક્ષણો કરવાની ક્ષમતા બનાવી છે. છેલ્લા 24 કલાકમાં 9,01,338 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું.
સતત વૃદ્ધિ સાથે સંચિત પરીક્ષણો 4 કરોડની નજીક પહોંચી ગયા છે. આજની તારીખે કુલ પરીક્ષણો 3,94,77,848 સુધી પહોંચી ગયા છે. છેલ્લા બે સપ્તાહમાં 1 કરોડથી વધુ નમૂનાઓનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં 28,607 ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ફક્ત સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટીવ કેસ પ્રારંભિક તબક્કે ઓળખી શકાય છે, તેમના નજીકના સંપર્કોને તાત્કાલિક ટ્રેક કરવામાં આવે છે અને અલગ કરવામાં આવે છે તેમજ સમયસર અને અસરકારક સારવાર સુનિશ્ચિત થઇ શકે છે.
ક્રમાંકિત અને વિકસતા પ્રતિસાદના પરિણામે એક પરીક્ષણ વ્યૂહરચના પરિણમી છે જેણે દેશમાં પરીક્ષણની જાળવણીને સતત બહોળી કરી. આ વ્યૂહરચનાને આગળ વધારવા માટે દેશમાં પરીક્ષણ પ્રયોગશાળાના નેટવર્કને સતત મજબુત કરવામાં આવે છે જે આજે દેશમાં 1564 લેબોરેટરી કાર્યરત છે; સરકારી ક્ષેત્રમાં 998 લેબોરેટરી અને 566 ખાનગી લેબોરેટરી છે. આમાં સામેલ છે:
• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 801 (સરકારી: 460 + ખાનગી: 340)
• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 643 (સરકારી: 503 + ખાનગી: 140)
• CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 120 (સરકારી: 34 + ખાનગી: 86)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1649243)
Visitor Counter : 213
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam