સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        ભારતમાં જે રીતે સાજા થયેલા કેસની સંખ્યા વધતી જાય છે, તે જ રીતે સક્રિય કેસ વચ્ચેનો તફાવત વધતો જાય છે.
                    
                    
                        
સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 3.5 ગણી વધુ
                    
                
                
                    Posted On:
                26 AUG 2020 1:06PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ભારતમાં આજે સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 3.5 ગણી વધી ગઈ છે. 
એક દિવસમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઘણા દિવસોથી 60,000 કરતા વધારે નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 63,173 કોવિડ-19 દર્દીઓ સ્વસ્થ થતા 24,67,758 લોકોની સંચિત સાજા થવાની સંખ્યા નોંધાઈ રહી છે, જે સાજા થવાની સંખ્યાની ટકાવારી અને સક્રિય કેસની ટકાવારી વચ્ચેના તફાવતને ઓછો કરવામાં  ઝડપથી વિસ્તૃત ફાળો આપે છે.   

સક્રિય કેસ (7,07,267) કરતા 17,60,489 વધુ  લોકો સ્વસ્થ થયા છે. આ સાથે કોવિડ-19 દર્દીઓમાં ભારતનો સાજા થવાનો દર આજે 76% (76.30%) ને પાર થઈ ગયો છે.
સાજા થયેલા કેસની વિક્રમજનક સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે દેશનું વાસ્તવિક કેસ ભારણ અર્થાત સક્રિય કેસમાં વધુ ઘટાડો થયો છે. તે હાલમાં કુલ પોઝિટીવ કેસના માત્ર 21.87% છે.
કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારોના કાર્યક્ષમ તબીબી વ્યવસ્થાપને હોસ્પિટલમાં દાખલ કેસના સઘન પરીક્ષણ અને પ્રારંભિક તપાસના સમન્વયિત પ્રયત્નોએ મૃત્યુદરને સતત નીચો રાખવાની સાથે સારા પરિણામો દર્શાવ્યા છે. તે આજે 1.84% છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.  
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
                
                
                
                
                
                (Release ID: 1648689)
                Visitor Counter : 301
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam