સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ની વ્યૂહનીતિને અનુસરીને 3.7 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા
પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને 26,685 થયા
प्रविष्टि तिथि:
25 AUG 2020 1:22PM by PIB Ahmedabad
ભારતમાં ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ની વ્યૂહનીતિને ધ્યાનમાં રાખીને 3.7 કરોડથી વધુ કોવિડ-19ના સંચિત નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. દૈનિક પરીક્ષણોની સંખ્યા ઝડપથી વધારવાના ભારતના દ્રઢ સંકલ્પ સાથે આજની તારીખે સંચિત પરીક્ષણો 3,68,27,520 થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં 9,25,383 પરીક્ષણો કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં 26,685ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે.
સમયસર ઓળખ, ત્વરિત આઈસોલેશન અને અસરકારક સારવાર તરફના પ્રથમ ઉપાય તરીકે વધુ પરીક્ષણ પણ ચેપના ફેલાવાને મર્યાદિત કરે છે.

પુણેમાં એક જ લેબોરેટરીથી શરૂ કરીને ભારતનું પરીક્ષણ લેબોરેટરીનું નેટવર્ક આજે કુલ 1524 લેબોરેટરી સાથે નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરિત થયું છે. સરકારી ક્ષેત્રમાં 986 લેબોરેટરી અને 538 લેબોરેટરી ખાનગી ક્ષેત્રમાં છે. આમા સામેલ છે:
- રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 787 (સરકારી: 459 + ખાનગી: 328)
- TrueNat આધારિત પરીક્ષણની લેબ: 619 (સરકારી: 493 + ખાનગી: 126)
- CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 118 (સરકારી: 34 + ખાનગી: 84)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1648506)
आगंतुक पटल : 332
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Manipuri
,
Urdu
,
Marathi
,
Assamese
,
English
,
हिन्दी
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam