સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 66,550 દર્દીઓ સ્વસ્થ થયા


ભારતે એક નવી ઉંચાઈ સર કરી, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 24 લાખને પાર થઇ

છેલ્લા 25 દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં 100%થી વધુ વૃદ્ધિ થઇ

Posted On: 25 AUG 2020 12:29PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અમલમાં મૂકાયેલા સહયોગી અને વ્યૂહાત્મક ઉપાયો પરિણામો બતાવી રહ્યા છે.

ભારતે એક જ દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી છે. છેલ્લા 24 કલાકમાં 66,550 કોવિડ -19 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને રજા આપવામાં આવી છે. સરકારની સઘન પરીક્ષણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક સારવારની નીતિના પરિણામે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 24 લાખ (24,04,585)ને પાર થઇ ગઈ છે.

આ સાથે, કોવિડ -19 દર્દીઓમાં ભારતનો સાજા થવાનો દર 76% (75.92%) સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ (7,04,348) કરતાં 17 લાખથી વધુ થઈ ગઈ છે. સાજા થયેલા દર્દીઓ આજની તારીખે સક્રિય કેસ કરતા 3.41 ગણા છે.

છેલ્લા 25 દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં 100%થી વધુ વૃદ્ધિ થઇ છે.

સાજા થયેલા દર્દીઓને વિક્રમજનક સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે દેશમાં વાસ્તવિક કેસ ભારણ અર્થાત સક્રિય કેસમાં ઘટાડો થયો છે અને હાલમાં કુલ પોઝિટીવ કેસના ફક્ત 22.24% છે.

કેન્દ્ર સરકાર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના સંયુક્ત પ્રયાસોના પરિણામે કેન્દ્રિત અને અસરકારક પરીક્ષણ,  સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ દ્વારા કન્ટેઈનમેન્ટ, ઘરમાં અને સંસ્થાઓમાં આઈસોલેશન અને 3 વર્ગીકૃત કોવિડ સુવિધાઓ દ્વારા અદ્યતન તબીબી માળખાકીય સુવિધાઓમાં કાર્યક્ષમ સારવાર સાથેના ઉપાયો કરવામાં આવ્યા છે. આ સુવિધાઓમાં સમર્પિત કોવિડ સંભાળ કેન્દ્રો, સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો અને સમર્પિત કોવિડ હોસ્પિટલોનો સમાવેશ થાય છે. આ તબક્કાવાર ઉપાયોના સામૂહિક પરિણામો મળ્યા છે. આજે મૃત્યુદર દર ઘટીને 1.84%  થયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT

 


(Release ID: 1648502) Visitor Counter : 271