સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 સામેની લડતમાં ભારતે એક નિર્ણાયક સીમાચિહ્ન પાર કર્યું


એક દિવસમાં 10 લાખથી વધુ લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા

Posted On: 22 AUG 2020 12:31PM by PIB Ahmedabad

દૈનિક કોવિડ-19 પરીક્ષણોની ગતિને વધારીને 10 લાખ કરવાની શપથને ધ્યાનમાં રાખીને, ભારતે આજે કોવિડ સામેની લડતમાં નોંધપાત્ર લક્ષ્ય પાર કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના નિર્ધારિત, કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નોના પરિણામે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ગઈકાલે 10,23,836 પરીક્ષણો સાથે ભારતે દરરોજ 10 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવાના સંકલ્પને પૂર્ણ કર્યો છે.

આ સિદ્ધિ સાથે, સંચિત પરીક્ષણો 3.4 કરોડ (3,44,91,073)થી વધુ થઈ ગયા છે.

દૈનિક પરીક્ષણોની સંખ્યા સતત નવી ઊંચાઈ સર કરી રહી છે. છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન સરેરાશ દૈનિક પરીક્ષણો પણ દેશભરમાં કોવિડ-19 પરીક્ષણોની વૃદ્ધિમાં થયેલી પ્રગતિને દ્રઢતાથી દર્શાવે છે.

જે રીતે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી અહેવાલ પ્રાપ્ત થયા છે તે મુજબ જે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સઘન પરીક્ષણ સાથે આગળ ધપ્યા છે, ત્યાં પોઝિટિવીટી દરમાં એકદમ ઘટાડો થયો છે. તેમ છતાં, પરીક્ષણોની વધુ સંખ્યા શરૂઆતમાં પોઝિટિવિટી દરમાં વધારા તરફ દોરી જશે, જ્યારે ત્વરિત આઇસોલેશન, કાર્યક્ષમ ટ્રેકિંગ અને સમયસર અસરકારક અને તબીબી વ્યવસ્થાપન જેવા અન્ય પગલાં સાથે જોડાવામાં આવે ત્યારે તે આખરે ઓછું થાય છે.

વિસ્તૃત પરીક્ષણ સાથે જોડાયેલા કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના નીતિપૂર્ણ નિર્ણયોએ દેશભરમાં સરળ પરીક્ષણની સુવિધા આપી છે. આનાથી દૈનિક પરીક્ષણ ક્ષમતામાં વધારો થયો છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક પણ આ સિદ્ધિમાં એક બાજુ છે. આજે દેશમાં સરકારી ક્ષેત્રે 983 લેબોરેટરી અને 528 ખાનગી લેબોરેટરી ધરાવતાં 1511 લેબોરેટરીનું મજબૂત નેટવર્ક છે. આમાં સામેલ છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 778 (સરકારી: 458 + ખાનગી: 320)

• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 615 (સરકારી: 491 + ખાનગી: 124)

CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 118 (સરકારી: 34 + ખાનગી: 84)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT



(Release ID: 1647873) Visitor Counter : 270