નાણા મંત્રાલય

વિશેષ સંતૃપ્તિ અભિયાન હેઠળ રૂ. 1,02,065 કરોડની ક્રેડિટ મર્યાદાના 1.22 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ મંજુર કરવામાં આવ્યા

Posted On: 20 AUG 2020 12:36PM by PIB Ahmedabad

કોવિડ-19 ના આંચકાથી કૃષિ ક્ષેત્રને બચાવવાના પ્રયાસમાં, કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) દ્વારા ખેડૂતોને રાહતના દરે ધિરાણ આપવા માટે એક ખાસ સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું  છે. 17 ઓગસ્ટ, 2020 સુધીમાં, 1.22 કરોડ કેસીસીને રૂ. 1,02,065 કરોડની ક્રેડિટ મર્યાદા સાથે મંજુર કરવામાં આવ્યા છે. જે ગ્રામીણ અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવામાં અને કૃષિ વિકાસને વેગ આપવા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, આત્મનિર્ભર ભારત પેકેજના ભાગ રૂપે સરકારે રૂ. 2 લાખ કરોડની રાહત ધિરાણની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી, જેનાથી માછીમારો અને ડેરી ખેડૂતો સહિત 2.5 કરોડ ખેડુતોને લાભ થાય તેવી સંભાવના છે.

 

SD/GP/BT


(Release ID: 1647280) Visitor Counter : 225