ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


74માં સ્વતંત્રતા દિવસના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીએ નવી દિલ્હીના પોતાના નિવાસ સ્થાને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો

"સ્વતંત્રતા દિવસના અવસરે હું એ તમામ મહાન સેનાનીઓના ચરણોમાં કોટિ-કોટિ વંદન કરું છું, જેમણે પોતાના પરાક્રમ અને બલિદાનથી દેશને આઝાદી અપાવી અને સાથે જ એ બધા વીરોને પણ નમન કરું છું જેમણે આઝાદી પછી દેશમાં એકતા, અખંડતા અને સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું"

"આજે અમને ખૂબ જ ગર્વ છે કે જે સ્વતંત્ર, સબળ અને આત્મનિર્ભર ભારતનું સપનું આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયું હતું તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ચરિતાર્થ કરી રહ્યા છે"

"મોદી સરકારે એક બાજુ ગરીબ અને વંચિત વર્ગને ઘર, વીજળી, સ્વાસ્થ્ય વીમો જેવી સુવિધાઓ આપી તો બીજી તરફ ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે"

"આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવાનો સંકલ્પ કરીએ અને ભારતમાં ઉત્પન્ન થયેલ સ્વદેશી વસ્તુઓનો વાધરેમાં વધારે ઉપયોગ કરી દેશેને નવી ઉંચાઈ સુધી લઇ જવામાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપીએ."

Posted On: 15 AUG 2020 12:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. 74માં સ્વતંત્રતા દિવસના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીએ નવી દિલ્હીના પોતાના નિવાસ સ્થાને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો. પોતાના સંદેશમાં શ્રી અમિત શાહે કહ્યું કે, "સ્વતંત્રતા દિવસના અવસરે હું એ તમામ મહાન સેનાનીઓના ચરણોમાં કોટિ-કોટિ વંદન કરું છું, જેમણે પોતાના પરાક્રમ અને બલિદાનથી દેશને આઝાદી અપાવી અને સાથે જ એ બધા વીરોને પણ નમન કરું છું જેમણે આઝાદી પછી દેશમાં એકતા, અખંડતા અને સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું."

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, "આજે અમને ખૂબ જ ગર્વ છે કે જે સ્વતંત્ર, સબળ અને આત્મનિર્ભર ભારતનું સપનું આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયું હતું તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ચરિતાર્થ કરી રહ્યા છે. મોદી સરકારે એક બાજુ ગરીબ અને વંચિત વર્ગને ઘર, વીજળી, સ્વાસ્થ્ય વીમો જેવી સુવિધાઓ આપી તો બીજી તરફ ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે."

શ્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, "આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવાનો સંકલ્પ કરીએ અને ભારતમાં ઉત્પન્ન થયેલ સ્વદેશી વસ્તુઓનો વાધરેમાં વધારે ઉપયોગ કરી દેશેને નવી ઉંચાઈ સુધી લઇ જવામાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપીએ."

SD/BT



(Release ID: 1646046) Visitor Counter : 172