ગૃહ મંત્રાલય

સ્વતંત્રતા દિવસ, 2020ના અવસરે 926 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા

Posted On: 14 AUG 2020 1:41PM by PIB Ahmedabad

2020ના સ્વતંત્રતા દિનને અનુલક્ષીને કુલ 926 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 215 પોલીસ કર્મચારીઓને તેમની સ્પષ્ટ અભિવ્યક્તિની કાર્યવાહી માટે શૌર્ય (પીએમજી) માટેના પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિના પોલીસ મેડલ 80 પોલીસ કર્મચારીઓને અને 631 પોલીસ કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટેનો પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

મોટાભાગના 215 શૌર્ય પુરસ્કારોમાં, 123 જવાનોને જમ્મુ અને કાશ્મીરમાં તેમનું શૌર્ય દાખવવા બદલ, 29 લેફ્ટ વિંગના જવાનોને ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં તેમની ઉત્સાહપૂર્ણ કાર્યવાહી બદલ અને પૂર્વોત્તર ક્ષેત્રમાં તેમની બહાદુરી દાખવવા બદલ 8 જવાનોને એનાયત કરવામાં આવી રહ્યા છે. શૌર્ય પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં 55 સીઆરપીએફના, 81 જવાનો જમ્મુ અને કાશ્મીર પોલીસના, 23 ઉત્તર પ્રદેશના અને 16  દિલ્હી પોલીસના, 14 મહારાષ્ટ્રના અને 12 ઝારખંડના અને બાકીના અન્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના છે.

પુરસ્કૃત થનારાની યાદી માટે અહિ ક્લિક કરો:

 

SD/GP/BT(Release ID: 1645748) Visitor Counter : 41