પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદઘાટન કરશે

Posted On: 07 AUG 2020 12:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓગસ્ટ, 2020ના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે, જે એક સંવાદાત્મક કેન્દ્ર છે. ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના શતાબ્દી વર્ષના ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ વખત 10મી એપ્રિલ, 2017ના રોજ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર (આરએસકે)ની ઘોષણા કરવામાં આવી હતી.

આરએસકેના અંદરની ગોઠવણી, ભવિષ્યની પેઢીને વિશ્વના સૌથી મોટા વ્યવહાર પરિવર્તન અભિયાન સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રાને રજૂ કરશે. આરએસકેમાં ડિજિટલ અને આઉટડોર કૃતિઓની ગોઠવણીનું સંતુલિત મિશ્રણ સ્વચ્છતા અને તેના સંબંધિત પાસાઓ પર માહિતી, જાગૃતિ અને શિક્ષણ પ્રદાન કરશે. પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓનું જટિલ સંવાદાત્મક શૈલીની રજૂઆત છે, જે આક્રમક શિક્ષણ, શ્રેષ્ઠ પ્રયાસો, વૈશ્વિક આધારચિન્હોની સફળતાની વાર્તાઓ અને વિષયોના સંદેશાઓ રજૂ કરશે

હોલ 1માં મુલાકાતીઓ એક અનન્ય 360° ઓડિયો-વિઝ્યુઅલ ઇમર્સિવ શોનો અનુભવ કરશે, જે ભારતની સ્વચ્છતા સફરને વર્ણવશે - જે વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા વ્યવહાર પરિવર્તન અભિયાનની સફર છે. હોલ 2માં સ્વચ્છ ભારતની બાપુની દ્રષ્ટિએ હાંસલ કરવામાં આવેલા કાર્યોને ઉજાગર કરતા ઇન્ટરેક્ટિવ એલઇડી પેનલ્સ, હોલોગ્રામ બોક્સ, ઇન્ટરેક્ટિવ રમતો અને ઘણું બધું છે. આરએસકેને અડીને આવેલી લોનમાં ખુલ્લામાં ત્રણ પ્રદર્શનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે ભારતના સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ સુધીની યાત્રાના નમૂનાઓ રજુ કરે છે સાથે જ કેન્દ્રની આસપાસની દીવાલો પરના કલાત્મક ભીંતચિત્રો મિશનની સફળતાના મૂળ તત્વોનો ઘટનાક્રમ પ્રદર્શિત કરે છે.

આરએસકેની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રી આરએસકેના એમ્ફીથિટરમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતાં દિલ્હીના 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સામાજિક અંતરના પ્રોટોકોલોનું પાલન કરતા સંવાદ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધિત કરશે.

સ્વચ્છ ભારત મિશન દ્વારા ભારતમાં ગ્રામીણ સ્વચ્છતામાં પરિવર્તન આવ્યું છે અને 55 કરોડથી વધુ લોકોની વર્તણૂક જે ખુલ્લામાં શૌચની હતી તેને બદલીને શૌચાલયનો ઉપયોગ કરવાની  કરવામાં આવી છે  ભારતને આ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી ખૂબ પ્રશંસા મળી છે અને આપણે વિશ્વના બીજા દેશો માટે એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. મિશન હવે તેના બીજા તબક્કામાં છે, જેનું લક્ષ્ય ભારતના ગામોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) થી ઓડીએફ પ્લસ પર લઇ જવાનું છે, જે ઓડીએફની સ્થિતિ ટકાવી રાખવા અને બધા માટે નક્કર અને પ્રવાહી કચરાના સંચાલનને સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે.

SD/BT



(Release ID: 1644085) Visitor Counter : 254