PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
02 AUG 2020 6:29PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 02.08.2020
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 51,255 દર્દીઓ સાજા થયા; કુલ લગભગ 11.5 લાખ દર્દીઓ સાજા થયા; સાજા થવાનો દર 65.44% ની નવી ટોચ પર પહોંચ્યો; 2.13% સાથે મૃત્યુદરમાં સતત ઘટાડો ચાલુ રહ્યો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં આશ્ચર્યજનક રીતે 51,000થી વધુ દર્દીઓ સાજા થયા. 51,225 દર્દીઓને સાજા થઈ તેમને રજા મળતા ભારતમાં કોવિડ-19માંથી કુલ સજા થયેલા દર્દીઓની સંખ્યા 11,45,629 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સૌથી વધુ એક દિવસના વધારા સાથે, સાજા થવાનો દર 65.44%ની ઉંચી સપાટીએ જોવા મળ્યો છે. આનો અર્થ એ કે, કોવિડ-19માંથી વધુને વધુ દર્દીઓ સાજા થતા તેમને રજા મળી છે. 10મી જૂન 2020 ના રોજ, પ્રથમ વખત, સાજા થયેલ દર્દીઓની સંખ્યા 1,573ના તફાવત સાથે સક્રિય કેસ કરતાં વધી ગઈ હતી, જે આજે વધીને 5,77,899 થઈ ગઈ છે. સક્રિય કેસ એ ભારતના વાસ્તવિક કેસનું ભારણ છે અને હાલમાં સક્રિય કેસ (5,67,730) કુલ કેસના 32.43% જેટલા છે અને તે બધા હોસ્પિટલોમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ છે. વૈશ્વિક સરેરાશની તુલનામાં ભારતનો મૃત્યુદર (સીએફઆર) 2.13% સાથે સૌથી નીચા મૃત્યુદરમાંથી એક છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643005
ડૉ. હર્ષવર્ધને દેશભરમાં SARS- CoV-2ની પ્રથમ 1000 જીનોમ શ્રૃંખલા સફળતાપૂર્વક પૂર્ણ થઇ હોવાની જાહેરાત કરી
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને ગઇકાલે દેશભરમાં SARS- CoV-2ની પ્રથમ 1000 જીનોમ શ્રૃંખલા સફળતાપૂર્વક પૂર્ણ થઇ હોવાની જાહેરાત કરી હતી. તેમણે બાયોટેકનોલોજી વિભાગ (DBT) સાથે બેઠક યોજી હગતી અને DBT, બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાય પરિષદ (BIRAC) અને DBT- સ્વાયત્ત સંસ્થાઓ (AI) દ્વારા કરવામાં આવતી કોવિડ-19 સંબંધિત પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, ડૉ. હર્ષવર્ધને વિક્રમી સમયમાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા પાંચ સમર્પિત કોવિડ બાયોરિપોઝિટરીના સૌથી મોટા નેટવર્કની જાહેરાત કરીને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ બાયોરિપોઝિટરી ટ્રાન્સલેશન હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ (THSTI), ફરિદાબાદ, ઇન્સ્ટિટ્યુટ ઓફ લાઇફ સાયન્સિસ (ILS), ભૂવનેશ્વર, ઇન્સ્ટિટ્યુટ ઓફ લીવર એન્ડ બિલિઆરી સાયન્સિસ (ILBS) નવી દિલ્હી, નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ (NCCS) પૂણે અને ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટેમ સેલ સાયન્સ એન્ડ રિજનરેટિવ મેડિસિન (ઇનસ્ટેમ) બેંગલોર ખાતે છે. આ મહામારીના શમન માટે DBT દ્વારા કરવામાં આવતા અથાક પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642869
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વના સૌથી મોટા ઓનલાઇન હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોનની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે, એના કેટલાંક નિરાકરણો શોધવા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. સમસ્યાઓનાં સમાધાનો પ્રદાન કરવાની સાથે વિદ્યાર્થીઓની કામગીરી ડેટા, ડિજિટાઇઝેશન અને હાઇ-ટેક ભવિષ્ય સાથે સંબંધિત ભારતની આકાંક્ષાઓને પણ મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતિ પર કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ 21મી સદીની યુવા પેઢીના વિચારો, જરૂરિયાતો, આશાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ફક્ત નીતિગત દસ્તાવેજ નથી, પણ 130 કરોડથી વધારે ભારતીયોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે લોકલ પર નીતિગત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ત્યારે એટલો જ ભાર આંતરરાષ્ટ્રીય સંકલન પર મૂકવામાં આવ્યો છે. ટોચની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં કેમ્પસ ખોલવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અગાઉ માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું હતું કે, આ વર્ષની સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં 4.5 લાખથી વધારે વિદ્યાર્થીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા દેશમાં ડિજિટલ અસમાનતા દૂર કરવાનું અને ડિજિટલ સાક્ષરતાને વધારે પ્રોત્સાહન આપવાનું સ્વપ્ન સેવ્યું છે, જેથી વિસ્તૃત જન આંદોલનનો વિકાસ થશે અને ભારતમાં દરેકની પહોંચમાં વહીવટ આવશે. અમે હાલ કોવિડ-19 રોગચાળામાં ડિજિટલ ઇન્ડિયા પહેલોનો લાભ જોઈ રહ્યાં છીએ.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642993
JNCASRના વૈજ્ઞાનિકોએ મહામારીમાં મહત્વપૂર્ણ સંસાધનોનું અનુમાન કરવા અને વ્યૂહનીતિ નક્કી કરવા માટે અનુકૂલનશીલ મોડેલ તૈયાર કર્યું
મહામારીના પ્રારંભિક તબક્કામાં દેશમાં આરોગ્ય સંભાળ પ્રણાલી ઘણી વિકટ સ્થિતિનો સામનો કરે છે – ચેપગ્રસ્ત લોકોને ટ્રેસ અને આઇસોલેટ કરવા માટે ચોક્કસ અને સચોટ પરીક્ષણો કરવા જરૂરી છે અને નવતર પરીક્ષણો વધારવા જરૂરી છે, કોઇપણ વ્યક્તિને આગામી અઠવાડિયાઓથી મહિનાઓ સુધીમાં અપેક્ષિત ચેપની સંખ્યાનું અનુમાન લગાવવું પડે છે. અને ત્યારબાદ, આ આંકડાઓનો ઉપયોગ દેશમાં પ્રત્યેક જિલ્લામાં આરોગ્ય સંભાળ સ્ટોકની જરૂરિયાતનું અનુમાન લગાવવા માટે થાય છે. જો ગણતરીના મોડેલમાં આપવામાં આવતા ઇનપુટ્સમાં મોટાપાયે અનિશ્ચિત માપદંડો હોય તો કોઇપણ વ્યક્તિ કેવી રીતે આ અનુમાન લગાવી શકે? ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ પ્રગત વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર (JNCASR), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISC) દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનુકૂલનશીલ વ્યૂહરનીતિનો ઉપયોગ કરીને એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં ઉદાહરણ તરીકે કોવિડ-19ના પ્રારંભિક તબક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642992
શ્રી નીતિન ગડકરીએ અગરબત્તી ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નવી યોજનાને મંજ્રરી આપી
કેન્દ્રીય MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ અગરબત્તીના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ પંચ (KVIC) દ્વારા સૂચિત અનન્ય રોજગારી સર્જન કાર્યક્રમને મંજૂરી આપી છે. આ કાર્યક્રમનું નામ “ખાદી અગરબત્તી આત્મનિર્ભર મિશન” રાખવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ દેશના અલગ અલગ ભાગોમાં વિસ્થાપિત શ્રમિકો માટે રોજગારીનું સર્જન કરવાનો અને તેની મદદથી સ્થાનિક સ્તરે અગરબત્તીના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. આ યોજના બે મુખ્ય નિર્ણયો – કાચી અગરબત્તીની આયાત પર પ્રતિબંધ અને વાંચની સળીઓ પર આયાત જકાત-બંને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643012
રેલવે મંત્રાલયે પહેલી વખત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર તમામ ઝોન/ડિવિઝન/ઉત્પાદન એકમોમાંથી નિવૃત્ત થઇ રહેલા 2320 અધિકારીઓ માટે વર્ચ્યુઅલ નિવૃત્તિ કાર્યક્રમ યોજ્યો
રેલવે મંત્રાલયે 31 જુલાઇ 2020ના રોજ પહેલી વખત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર નિવૃત્ત થઇ રહેલા અધિકારીઓ/સ્ટાફના સભ્યો માટે વર્ચ્યુઅલ નિવૃત્તિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પહેલો એવો કાર્યક્રમ હતો જેમાં તમામ ઝોન/ડિવિઝન/ઉત્પાદન એકમોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર અધિકારીઓ અને સ્ટાફ સાથે જોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “આ દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે. આ પ્રસંગે ખુશી એટલા માટે છે કે, તમામ કર્મચારીઓએ વિવિધ ક્ષેત્રો, હોદ્દા અને જવાબદારી પર લાંબા સમય સુધી સેવાઓ આપી છે. છેલ્લા કેટલાક વર્ષમાં રેલવેએ તેમની કાર્યશૈલીમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારો દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડના તબક્કામાં, માલવાહક ટ્રેનો, પાર્સલ ટ્રેનો, શ્રમિક વિશેષ ટ્રેનો ચાલુ રાખવામાં આવી હતી. રેલવેએ મહામારીના સમયમાં દેશની સેવા માટેટ પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. રેલવેના કર્મચારીઓને કોરોના યોદ્ધાઓથી જરાય ઓછા આંકી શકાય નહીં. કોવિડ સામેની લડાઇ દરમિયાન પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કરવા બદલ હું રેલવેના સ્ટાફની કામગીરીને બિરદાવું છું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642999
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
-
- પંજાબ: ફતેહ મિશન અંતર્ગત, કોરોનાના નિયંત્રણ અને નિવારણ માટે પંજાબ સરકાર દ્વારા લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોવિડ-19નો સામનો કરવા માટે તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા પરંપરાગત પદ્ધતિઓના બદલે અદ્યતન અભિગમ અપનાવીને તબીબી કોલેજો, જિલ્લા હોસ્પિટલો અને અગ્ર હરોળમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મચારીઓને પાયાના સ્તરે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
- કેરળ: રાજ્યમાં આજે 11 મહિનાના એક છોકરા સહિત છ વ્યક્તિનું કોવિડના કારણે મૃત્યુ નોંધાયું છે. રાજ્યના પાટનગરમાં સંપર્કના કારણે સંક્રમણના કેસોની સંખ્યામાં પૂરજોશમાં વધારો થઇ રહ્યો છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોના ક્લસ્ટર્સમાં પણ ચેપનો ફેલાવો થઇ રહ્યો છે. શહેરના હાર્દસમા વિસ્તારમાં છેલ્લે 3 દિવસમાં એક મુખ્ય વસાહતમાં 50થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. પોલીસ વડામથકમાં એક DYSP અને અન્ય છ પોલીસ કર્મચારીઓને કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોલ્લમ જેલમાં 14 કેદીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ છે. દરમિયાન, કોવિડ-19 સંબંધિત માપદંડોનું પાલન કરીને કોચી-મુઝિરિઝ દ્વિવાર્ષિક કાર્યક્રમ યોજાયો હોવાનું કાર્યક્રમના આયોજકો જણાવ્યું હતું. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 1129 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી જેમાંથી 880 દર્દીઓ સંપર્કના કારણે ચેપગ્રસ્ત થયા હતા જ્યારે 58 દર્દીઓ અજ્ઞાત સ્રોતોથી ચેપગ્રસ્ત થયા હતા. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 10,862 છે જ્યારે 1.43 લાખ લોકોને રાજ્યના વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
- તામિલનાડુ: શાળાકીય અભ્યાસ વિભાગ દ્વારા શાળાઓને કોવિડ-19 સર્વેયર અને તબીબો, સફાઇ કર્મચારીઓ, પેરામેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો સહિત અન્ય અગ્ર હરોળના કર્મચારીઓને આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવાની ભલામણ કરવામાં આવી છે. તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત હાલમાં હોમ ક્વૉરેન્ટાઇનમાં છે તેમણે ચેન્નઇમાં એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રાજ્યમાં કોરોનાથી ચેપગ્રસ્ત કુલ દર્દીની સંખ્યા 2.5 લાખ સુધી પહોંચી ગઇ છે જ્યારે ચેન્નઇમાં કુલ કેસની સંખ્યા 1 લાખ સુધી પહોંચી ગઇ છે. શનિવારે રાજ્યમાં નવા 5,879 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા જ્યારે 7,010 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી; રાજ્યમાં કોવિડના કારણે વધુ 99 લોકોએ જીવ ગુમાવ્યો હોવાથી કુલ મૃત્યુઆંક 4,034 થઇ ગયો છે.
- કર્ણાટક: બેંગલોર શહેરમાં કન્ટેઇમેન્મેટ ઝોનની સંખ્યા 20,000 કરતાં વધી ગઇ છે. ચિત્રદુર્ગ શહેરમાં 110 વર્ષીય એક વૃદ્ધિ મહિલાને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો તેમણે સફળતાપૂર્વક કોરોનાને હરાવીને તેઓ સાજા થઇ ગયા છે. કર્ણાટક રાજ્ય માનવાધિકાર પંચે રાજ્ય સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કોવિડ-19ના દર્દીઓની સારવારમાં કથિત બેદરકારી બદલ આ કેસ કરવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં 5172 નવા કેસ નોંધાયા હતા જ્યારે 3860 દર્દીને રજા આપવામાં આવી હતી અને 98 દર્દી મૃત્યુ પામ્યા હતા; 1852 નવા કેસ બેંગલોર શહેરમાં નોંધાયા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 1,29,287; સક્રિય કેસ: 73,219; મૃત્યુ પામ્યા: 2412.
- આંધ્રપ્રદેશ: રાજ્યના આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં કોવિડ-19ના ઉપદ્રવની સ્થિતિ ચિંતાજનક નથી અને રાજ્યએ તમામ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર પૂરી પાડવ માટે સંપૂર્ણપણે તૈયારીઓ કરેલી છે. હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલની સ્થિતિ અનુસાર રાજ્યમાં 2,800 ICU બેડ, 11,353 ઓક્સિજન સપોર્ટ ધરાવતા બેડ અને 12,000 સામાન્ય બેડ ઉપલબ્ધ છે; કુલ 26,253 બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલમાં ખાલી હોવાનું આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું. ગઇકાલે રાજ્યમાં કોવિડના નવા 9276 કેસ નોંધાયા હતા અને 12,750 દર્દીને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત, 58 દર્દી કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. કુલ નોંધાયેલા કેસ: 1,50,209; સક્રિય કેસ: 72,188; મૃત્યુ પામ્યા: 1407.
- તેલંગાણા: હૈદરાબાદમાં ખાનગી હોસ્પિટલમાં IRDA દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં દર્દીઓની સારવાર માટે રોકડા રૂપિયા જમા કરાવવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો મોટાપાયે રકમ વસુલતી હોવાની ચર્ચાની રાજ્ય સરકારની પેનલ તપાસ કરશે. કોવિડ-19ના કારણે ગંભીર રીતે બીમાર 5,000થી વધુ દર્દીઓ – તેમાંથી સંખ્યાબંધ દર્દી સહ-બીમારી સાથેના – રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ સંપૂર્ણ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1891 નવા કેસ નોંધાયા છે, 1088 દર્દી સાજા થઇ ગયા છે અને વધુ 10 દર્દીએ કોરોનાની બીમારીમાં જીવ ગુમાવ્યો છે; નવા નોંધાયેલા 1891 કેસમાંથી, 517 દર્દીઓ GHMCમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 66,677; સક્રિય કેસ: 18,547; મૃત્યુ પામ્યા: 540; રજા આપવામાં આવી: 47,590.
- અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પ્રેમા ખાંડુએ રાજ્યપાલ ડૉ. બી.ડી. મિશ્રા સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં કોવિડ-19ના વ્યવસ્થાપનની સ્થિતિ તેમજ નવા ઉભા થઇ રહેલા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
- આસામ: આસામના આરોગ્ય મંત્રી શ્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, આસામમાં કોવિડ-19ના કારણે મૃત્યુદર 0.24% છે જ્યારે દર્દીઓ સાજા થવાનો દર 75% છે. તેમજ પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની સંખ્યા 27,544 છે.
- મણિપુર: મણિપુરમાં આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ 2756 કેસ પોઝિટીવ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં 1051 સક્રિય કેસ સારવાર હેઠળ છે અને સાજા થવાનો દર 61% છે.
- મહારાષ્ટ્ર: અનલૉક 3.0ની માર્ગદર્શિકાઓ અનુસાર, મહારાષ્ટ્રમાં લગભગ સાડા ચાર મહિનાના લાંબા અંતરાલ પછી 5 ઑગસ્ટથી મોલ ફરી ખુલી રહ્યા છે. 75 મોટા મોલમાંથી, લગભગ અડધા મોલ મુંબઇ મેટ્રોપોલિટન પ્રદેશમાં આવેલા છે. મોલ ખોલવા માટે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી હોવા છતાં, ગ્રાહકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડે તેવી શક્યતા ઓછી જણાઇ રહી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 1.49 લાખ સક્રિય કેસો છે અને 15,316 દર્દીઓ આજદિન સુધીમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં શનિવારે 10,725 દર્દી સાજા થયા હતા જ્યારે 9,761 નવા કોવિડના દર્દીઓ નોંધાયા હતા.
- ગુજરાત: ગુજરાતમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 45,000નો આંકડો વટાવી ગઇ છે. રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં શનિવારે કોવિડ-19માંથી વધુ 875 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી અને સક્રિય કેસોની સંખ્યા 14,327 થઇ ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 1136 કેસ પોઝિટીવ નોંધાયા હતા જેમાંથી માત્ર સુરતમાં જ 262 કેસ નોંધાયા હતા જ્યારે ત્યારબાદ અમદાવાદમાં 146 કેસ નોંધાયા હતા.
- રાજસ્થાન: આજે સવારે રાજ્યમાં કોવિડના નવા 561 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. નવા નોંધાયેલામાંથી સૌથી વધુ કેસ કોટામાં (100 કેસ) હતા જ્યારે ત્યારબાદ જયપુર (77 કેસ) અને પાલી (58 કેસ) છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 12,391 છે.
- મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં શનિવારે નવા 808 પોઝિટીવ કેસ હોવાની પુષ્ટિ થઇ હતી જેના કારણે રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 32,614 થઇ ગઇ છે. શનિવારે સૌથી વધુ કેસ ભોપાલમાં (156 કેસ) નોંધાયા હતા જ્યારે તે પછી જબલપુર (125 કેસ) અને ઇન્દોર (120 કેસ) છે. શનિવારે 698 દર્દી કોવિડમાંથી સાજા થઇ ગયા હતા અને હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 8,769 છે.
- ગોવા: ગોવા સરકારે હોટેલોને તેમની કામગીરી શરૂ કરવા માટે મંજૂરી આપ્યાના 25 દિવસ કરતા વધુ સમય વીતિ ગયો છે તે પછી હોટેલોએ આ વર્ષે ઓક્ટોબર- નવેમ્બર સુધી હોટેલો ફરી ખોલવાનું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મોટાભાગના હોટેલ માલિકો જણાવી રહ્યા છે કે, ઓછામાં ઓછી સંખ્યા સાથે હોટેલ ચલાવવાથી ધંધો થઇ શકે નહીં માટે સપ્ટેમ્બર મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગોવામાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 1,705 છે જેમાં શનિવારે નવા 280 કેસ નોંધાયા હતા.
FACTCHECK
(Release ID: 1643093)
Visitor Counter : 348
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam