સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ 1.82 કરોડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું


પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 13,181 થયા

21 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોનો પોઝિટિવિટી રેટ 10% કરતા ઓછો નોંધાયો

Posted On: 30 JUL 2020 6:11PM by PIB Ahmedabad

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સંયુક્ત અને કેન્દ્રિત પ્રયત્નોના પરિણામે COVID-19 પોઝિટિવ કેસની વહેલી તકે તપાસ અને આઈસોલેશન સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં પરીક્ષણમાં વધારો થયો છે. આઇસીએમઆરની વિકસિત પરીક્ષણ વ્યૂહરચનાએ ભારતભરમાં પરીક્ષણ નેટવર્કને વધુ વિસ્તૃત કર્યું છે.

છેલ્લા 24 કલાકમાં 4,46,642 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. સરેરાશ દૈનિક પરીક્ષણો (સપ્તાહ બાદ દરેક સપ્તાહના આધારે) જુલાઈના પહેલા અઠવાડિયામાં 2.4 લાખથી વધીને જુલાઇના છેલ્લા અઠવાડિયામાં 4.68 લાખથી વધુ થયા છે.

આજની તારીખ સુધીમાં દેશમાં 1321 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થઇ રહ્યું છેહાલમાં દેશમાં 907 સરકારી લેબોરેટરી અને 414 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે. તેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 676 (સરકારી: 412 + ખાનગી: 264)

TrueNat આધારિત પરીક્ષણની લેબ: 541 (સરકારી: 465 + ખાનગી: 76)

CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 104 (સરકારી: 30 + ખાનગી: 74)

અદ્યતન પરીક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પગલે 88 લાખ કુલ પરીક્ષણો (1લી જુલાઈ, 2020) થી આશરે 1.82 કરોડ (30 જુલાઈ, 2020) સુધીના સંચિત પરીક્ષણમાં તીવ્ર વધારો થયો છે.

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 13,181 થઇ ગયા છે.

કેન્દ્ર સરકારની ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટવ્યૂહરચના અનુસાર, દેશમાં વ્યાપક પરીક્ષણના પરિણામે દેશભરમાં પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે. હાલમાં 21 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો 10% કરતા ઓછાના પોઝિટિવિટી રેટ નોંધાયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT

 


(Release ID: 1642440) Visitor Counter : 251