પર્યાવરણ અને વન મંત્રાલય
કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ વિશ્વ વાઘ દિવસની પૂર્વસંધ્યા પર વાઘની વસ્તીનો વિગતવાર અહેવાલ જાહેર કર્યો
ભારત હવે વાઘના સંરક્ષણમાં નેતૃત્વની ભૂમિકામાં; ટાઇગર રેન્જ દેશો સાથે શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરશે: શ્રી પ્રકાશ જાવડેકર
LIDAR સર્વે ટેકનોલોજીનો ઉપયોગ વનવિસ્તારમાં પહેલી વાર અસરકારક રીતે ભોજન અને પાણી માટે થશેઃ પર્યાવરણ મંત્રી
Posted On:
28 JUL 2020 1:38PM by PIB Ahmedabad
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં વિશ્વ વાઘ દિવસની પૂર્વસંધ્યાએ વાઘની વસ્તી પર વિસ્તૃત અહેવાલ જાહેર કરીને કહ્યું હતું કે, “વાઘ પ્રકૃતિનું અભિન્ન અંગ છે અને ભારતમાં એની સંખ્યામાં વધારો પ્રકૃતિમાં સંતુલનનું પ્રતિબિંબ છે.”
શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, વાઘ અને અન્ય વન્યજીવ આંતરરાષ્ટ્રીય મોરચા પર ભારતનો એક પ્રકારનો સોફ્ટ પાવર છે. મંત્રીએ કહ્યું હતું કે, ઓછી જમીન જેવી કેટલીક મર્યાદા હોવા છતાં ભારત આઠ ટકા જૈવ-વિવિધતા ધરાવે છે, કારણ કે આપણો દેશ પ્રકૃતિ, વૃક્ષો અને એના વન્ય જીવનું સંરક્ષણ કરવા અને એનું જતન કરવાની સંસ્કૃતિ ધરાવે છે. વન્યજીવ આપણી સંપત્તિ છે એ નોંધીને શ્રી પ્રકાશે જણાવ્યું હતું કે, આ પ્રશંસનીય છે કે, ભારત વિશ્વમાં વાઘની વસ્તીનો 70 ટકા હિસ્સો ધરાવે છે. મંત્રી શ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત વાઘનું જતન કરવા તમામ 13 ટાઇગર રેન્જ દેશો સાથે અવિરતપણે કામ કરે છે.
https://twitter.com/PIB_India/status/1287998316324634626?s=20
શ્રી જાવડેકરે એવી જાહેરાત પણ કરી હતી કે, મંત્રાલય એક કાર્યક્રમ પર કાર્યરત છે, જેમાં જંગલમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણના પડકારોનું સમાધાન કરવા પાણી અને પશુચારો પ્રદાન કરવાના પ્રયાસો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જંગલમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણને કારણે પ્રાણીઓનાં મૃત્યુ થાય છે. આ માટે LIDAR આધારિત સર્વે ટેકનોલોજીનો પહેલી વાર ઉપયોગ થશે. LIDAR લેસર લાઇટ સાથે લક્ષ્યાંક પર પ્રકાશ ફેંકીને અંતર માપવાની પદ્ધતિ છે અને એમાં સેન્સર સાથે પ્રતિબિંબ માપવામાં આવે છે.
વાઘની પ્રકૃતિની મુખ્ય વિશે જાણકારી આપતા વાઘની હાજરી પર એક પોસ્ટ પણ પર્યાવરણ મંત્રીએ જાહેર કરી હતી. વાઘ અભ્યારણ્યની બહાર ભારતના આશરે 30 ટકા વાઘની હાજરી સાથે દેશે આંતરરાષ્ટ્રીય વિકસિત કન્ઝર્વેશન એશ્યોર્ડ | ટાઇગર સ્ટાન્ડર્ડ્સ (CA|TS) માળખા દ્વારા આકારણી વ્યવસ્થાપન હસ્તક્ષેપ શરૂ કર્યું હતું, જેને હવે દેશભરમાં તમામ 50 વાઘ અભ્યારણ્યમાં શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે, મનુષ્ય અને પ્રાણી વચ્ચે ઘર્ષણ ટાળી શકાશે, પણ દેશમાં એને નિવારી ન શકાય. તેમણે કહ્યું હતું કે, મોખરાના અધિકારીઓએ દેશમાં વાઘની સંખ્યામાં વધારો કરવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.
ચોથા ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશનનો વિગતવાર રિપોર્ટ નીચેની રીતે વિશિષ્ટ છે;
- વિપુલ પ્રમણમાં સહ-શિકારીઓ અને અન્ય પ્રજાતિઓનો સૂચકાંક હાથ ધરવામાં આવ્યો છે, જે અગાઉ નિયંત્રિત વિસ્તાર પૂરતો મર્યાદિત હતો
- તમામ કેમેરા ટ્રેપ સાઇટમાં વાઘનો જાતિ રેશિયો પહેલી વાર હાથ ધરવામાં આવ્યો છે
- વાઘની વસ્તી પર વસ્તીજન્ય અસરો વિગતવાર જણાવવામાં આવી છે
- વાઘ અભ્યારણ્યમાં જે-તે વિસ્તારની અંદર વાઘની સંખ્યા પહેલી વાર દર્શાવવામાં આવી છે.
ટાઇગર રેંજ દેશોની સરકારના વડાઓએ વાઘના સંરક્ષણ પર સેન્ટ પીટર્સબર્ગ જાહેરનામા પર હસ્તાક્ષર કરીને વર્ષ 2022 સુધીમાં તેમના દેશોમાં વાઘની સંખ્યા બમણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કથિત બેઠક દરમિયાન 29 જુલાઈને દુનિયાભરમાં વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય પણ લેવાયો હતો, જે પછી અત્યાર સુધી વાઘના સંરક્ષણ પર જાગૃતિ લાવવામાં આવી છે અને આ વિશે વધુને વધુ લોકોને જાણકારી આપવામાં આવી છે.
વિશ્વ વાઘ દિવસ 2019 દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતે લક્ષિત વર્ષ અગાઉ ચાર વર્ષમાં વાઘની સંખ્યા બમણી કરી છે એવી જાહેરાત કરી હતી, જે ભારત માટે ગર્વની ક્ષણ હતી. તેમણે તમામ સંબંધિત પક્ષોની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. અત્યારે ભારતમાં વાઘની સંખ્યા 2967 છે, જે વિશ્વમાં વાઘની કુલ વસ્તીનો 70 ટકા ભાગ છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં વન્યજીવના સૌથી મોટા કેમેરા ટ્રેપ સર્વે હાથ ધરવા માટેના દેશના પ્રયાસોને બિરદાવવામાં આવ્યાં છે, જે ભારત માટે મોટી સફળતા હતી.
આજે જાહેર થયેલા વિગતવાર રિપોર્ટમાં આખા ભારતમાં જે-તે સ્થાનિક વિસ્તાર અને એમાં વાઘની વસ્તી એમ બે દ્રષ્ટિએ વાઘની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જુલાઈ, 2019માં ભારતમાં “વાઘની સ્થિતિ” પર ભારતના પ્રધાનમંત્રીએ જાહેર કરેલા સારરૂપી અહેવાલ ઉપરાંત આ વિગતવાર રિપોર્ટમાં અગાઉના ત્રણ સર્વે (2006, 2010 અને 2014)માંથી પ્રાપ્ત માહિતીની સરખામણી વર્ષ 2018-19માં દેશમાં વસ્તીના ટ્રેન્ડનો અંદાજ મેળવવા થયેલા સર્વે સાથે કરવામાં આવી છે તથા 100 કિલોમીટરના સુંદર રિઝોલ્યુશન પર વાઘની વસ્તીમાં ફેરફારો માટે જવાબદાર પરિબળો પર માહિતીની સાથે જે-તે પૃષ્ઠભૂમિ, કેન્દ્રિતતા માટેના પરિબળો અને વિલુપ્ત થવાનો દર જેવી જાણકારી આપવામાં આવી છે.
રિપોર્ટમાં વાઘની મુખ્ય વસ્તીને જોડતા આવાસ કોરિડોરની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તથા દરેક ભાગમાં સંરક્ષણ કરવા માટે જરૂરી જોખમકારક વિસ્તારોની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં આ મુખ્ય માંસાહારી અને ખરી ધરાવતા પ્રાણીના વિતરણ અને સંબંધિત પ્રચૂરતા પર માહિતી પ્રદાન કરવામાં આવી છે.
વિગતવાર અહેવાલ મેળવવા અહીં ક્લિક કરો.
SD/GP/BT
(Release ID: 1641803)
Visitor Counter : 506
Read this release in:
Punjabi
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Malayalam