સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

'ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ' વ્યૂહનીતિ અનુસાર આગળ વધવા માટે લેબોરેટરીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો થઇ રહ્યો છે


આજદિન સુધીમાં 1.5 કરોડથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું

Posted On: 24 JUL 2020 3:22PM by PIB Ahmedabad

દેશમાં આજદિન સુધીમાં 1.5 કરોડથી વધારે સેમ્પલ (1,54,28,170)નું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 3,52,801 સેમ્પલનું કોવિડ-19ના નિદાન માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ રીતે જોવામાં આવે તો, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા સરેરાશ 11179.83 થઇ ગઇ છે અને જ્યારથી આ નીતિઓનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી તેમાં એકધારો વધારો નોંધાઇ રહ્યો છે.

 

કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીઓની સંખ્યામાં એકધારી વૃદ્ધિ (આજદિન સુધીમાં 1290 લેબ શરૂ થઇ) અને કેન્દ્ર તેમજ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા પરીક્ષણની વિવિધ પદ્ધતિઓ દ્વારા વ્યાપક સંખ્યામાં પરીક્ષણો કરવા માટે થઇ રહેલા સઘન પ્રયાસોના પરિણામે TPMમાં વૃદ્ધિ હાંસલ થઇ શકી છે.

 

RT-PCR લેબોરેટરીઓ ICMR દ્વારા સૂચિત કરવામાં આવેલી અદ્યતન પરીક્ષણની વ્યૂહનીતિ માટે કરોડરજ્જૂ સમાન છે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સંખ્યામાં પ્રગતિપૂર્ણ વધારો થઇ રહ્યો છે. હાલમાં દેશમાં 897 સરકારી લેબોરેટરી અને 393 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 653 (સરકારી: 399 + ખાનગી: 254)

TrueNat આધારિત પરીક્ષણની લેબ: 530 (સરકારી: 466 + ખાનગી: 64)

CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 107 (સરકારી: 32 + ખાનગી: 75)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/DS/BT



(Release ID: 1640917) Visitor Counter : 152