સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કુલ સાજા થયેલાની સંખ્યા 7.2 લાખ કરતા વધુ થઇ


દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 62.72% થયો

કોવિડના કારણે મૃત્યુદર વધુ ઘટીને 2.43% નોંધાયો

Posted On: 21 JUL 2020 7:41PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 24,491 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. કારણે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 7,24,577 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓનો સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 62.72% થઇ ગયો છે. સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.

હાલમાં ભારતમાં કોવિડના કારણે મૃત્યુદર વધુ ધટીને 2.43% નોંધાયો છે અને તેમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલમાં સાજા થયેલા લોકો અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને હાલમાં તે 3,22,048 થઇ ગયો છે. વર્તમાન સ્થિતિ અનુસાર, દેશમાં અત્યારે સક્રિય કેસોની સંખ્યા 4,02,529 છે અને તમામ દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 3,33,395 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં દેશમાં કુલ 1,43,81,303 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં દેશમાં કોવિડના પરીક્ષણની લેબોરેટરીની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને દેશમાં પરીક્ષણની લેબોરેટરીની સંખ્યા વધીને 1274 થઇ ગઇ છે.

 

DS/BT

 



(Release ID: 1640320) Visitor Counter : 215