ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી લાલજી ટંડનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, શ્રી લાલજી ટંડનનું આખું જીવન લોકસેવામાં સમર્પિત હતું અને તેમનું નિધન રાષ્ટ્ર માટે એક વાસ્તવિક ખોટ છે
એક લોક સેવક તરીકે શ્રી લાલજી ટંડન ભારતીય રાજકારણ પર ઉંડી છાપ છોડી ગયા - શ્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ દિવ્ય આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી અને શ્રી લાલજી ટંડનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
Posted On:
21 JUL 2020 12:08PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી લાલજી ટંડનના નિધન પર દુઃખની લાગણી વ્યકત કરી હતી. એક ટ્વિટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, શ્રી લાલજી ટંડનનું આખું જીવન લોકસેવામાં સમર્પિત હતું.
શ્રી અમિત શાહે ઉમેર્યું કે, લોકસેવક તરીકે શ્રી લાલજી ટંડન ભારતીય રાજકારણ પર ઉંડી છાપ છોડી ગયા છે અને તેમનું નિધન દેશ માટે એક ભરી ના શકાય એવી ખોટ છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ દિવ્ય આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
DS/GP/BT
(Release ID: 1640173)
Visitor Counter : 252
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam