પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 22 જુલાઇના રોજ ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનને સંબોધિત કરશે.

Posted On: 21 JUL 2020 11:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઇના રોજ ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં મુખ્ય સંબોધન આપશે.

આ શિખર સંમેલનનું આયોજન અમેરિકા-ભારત બિઝનેસ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે કાઉન્સિલની રચનાની 45મી વર્ષગાંઠ છે. આ વર્ષની ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનની થીમ છે - ‘એક વધુ સારા ભવિષ્યનું નિર્માણ’.

વર્ચુઅલ શિખર સંમેલનમાં ભારતીય અને અમેરિકી સરકારના નીતિ નિર્માતાઓ, રાજ્ય-કક્ષાના અધિકારીઓ, અને વ્યવસાય અને સમાજનાં વિચારક નેતાઓની ઉચ્ચસ્તરીય ઉપસ્થિતિ રહેશે. શિખર સંમેલનના અન્ય મુખ્ય વક્તાઓમાં વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, અમેરિકાના વિદેશમંત્રી શ્રી માઇક પોમ્પીયો, વર્જિનિયાના સેનેટર અને સેનેટ ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ શ્રી માર્ક વોર્નર, અન્ય લોકોમાં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની ભૂતપૂર્વ રાજદૂત સુશ્રી નિક્કી હેલી પણ સામેલ છે. આ શિખર સંમેલન ભારત-અમેરિકા સહયોગ અને રોગચાળા પછીના વિશ્વમાં બંને દેશો વચ્ચેના સંબંધના ભાવિ સહિતના ક્ષેત્રો પરની ચર્ચાનું સાક્ષી બનશે.

 

DS/GP/BT



(Release ID: 1640163) Visitor Counter : 261