સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
છેલ્લા 24 કલાકમાં 23,600થી વધુ દર્દી સાજા થયા
સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 3 લાખ કરતાં વધારે
પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા 10,000ની નજીક
Posted On:
19 JUL 2020 5:56PM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે અને વધુ 23,672 દર્દી સાજા થઇ ગયા છે. કોવિડ-19ના સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા કેસો વચ્ચેનો તફાવત પણ વધીને 3,04,043 થઇ ગયો છે.
દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6,77,422 થઇ છે અને સાજા થવાનો દર 62.86% નોંધાયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસોની સંખ્યા 3,73,379 છે જેમને હોસ્પિટલમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,58,127 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આજદિન સુધીમાં કુલ 1,37,91,869 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TEM)ની સંખ્યા વધીને 9994.1 થઇ ગઇ છે. દેશમાં કોવિડના પરીક્ષણ માટે નિદાન લેબોરેટરીઓના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી હાલમાં 889 સરકારી ક્ષેત્રની લેબોરેટરી અને 373 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી સાથે કુલ 1262 લેબોરેટરી કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે.
DS/BT
(Release ID: 1639843)
Visitor Counter : 286
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam