પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
16 JUL 2020 10:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "સમાજની ઉમદા સેવા માટે આપણે આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને હંમેશાં યાદ રાખીશું. તેમણે માનવ દુઃખોને દૂર કરવા માટે સખત મહેનત કરી હતી. તેઓને માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે અસંખ્ય લોકો દ્વારા યાદ કરવામાં આવશે.
આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને અપાર જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સમુદાય સેવા, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પરના તેમના કાર્યો હંમેશા યાદ રહેશે. હું તેમની સાથેની મારી ઘણી મુલાકાતોને ક્યારેય ભૂલીશ નહીં. ઓમ શાંતિ."
SD/GP/DS/BT
(રીલીઝ આઈડી: 1639013)
મુલાકાતી સંખ્યા : 270
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam