નાણા મંત્રાલય
નાણાં મંત્રીએ પીએમજીકેપી અંતર્ગત કોવિડ-19 સામે લડતા હેલ્થ વર્કર્સ માટે વીમા યોજનાઓના અમલની સમીક્ષા કરી હતી. તેમણે ઝડપી પતાવટ અને વહેલામાં વહેલી તકે નોમિનીઓ સુધી પહોંચાડવાના લાભ વિશે ભાર મૂક્યો હતો.
Posted On:
13 JUL 2020 6:54PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારમણે આજે અહીં વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી) અંતર્ગત જાહેર થયેલ કોવિડ-19 સામે હેલ્થ વર્કર્સ માટે વીમા યોજનાના અમલની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નાણાં સેવા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરે રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં યોજના અને અત્યાર સુધી એના અમલની સ્થિતિ પર મુખ્ય વિગતો પ્રદાન કરી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ રાજ્ય સરકારની નોડલ સંસ્થાઓ સાથે વ્યવસ્થાની સમીક્ષા પૂરી પાડી હતી, જેમાં ઝડપથી દાવાની પતાવટ થઈ રહી છે એવું જણાવવામાં આવ્યું હતું તેમજ મૃતકના પરિવારજનો સુધી પહોંચવામાં તેમજ કાયદેસર વારસદારનું સર્ટિફિકેટ મેળવવામાં પડેલી સમસ્યાઓ વિશે જાણકારી આપી હતી.
અત્યાર સુધી 147 ઇન્ટિમેશન મળ્યાં હતા, 87 માટે દાવાના ડોક્યુમેન્ટ સબમિટ થયા છે, જેમાંથી 15 દાવાની ચુકવણી થઈ ગઈ છે, 4 દાવામાં ચુકવણીની મંજૂરી અપાઈ છે, ત્યારે 13 દાવામાં ચકાસણી ચાલુ છે. ઉપરાંત કુલ 55 દાવાઓ લાયકાતને પાત્ર નથી, જેમાંથી 35 દાવાઓ પોલીસ અધિકારીઓ, હોસ્પિટલો સાથે સંબંધિત ન હોય એવા મ્યુનિસિપિલ કામદારો, શિક્ષણમાંથી લોકો, મહેસૂલ વિભાગો વગેરેમાંથી લોકો, જેવા વીમાકવચની ક્ષેત્રની બહારના હતા, ત્યારે અન્ય 20 દાવાઓ કોવિડ-19 સિવાય કાર્ડિયાક એરેસ્ટ વગેરે જેવા મૃત્યુના કારણે સબમિટ થયા હતા.
આ બેઠક દરમિયાન નાણાં મંત્રીએ ઝડપી પતાવટના મહત્ત્વ વિશે વાત કરી હતી અને વહેલામાં વહેલી તકે નોમિની સુધી પહોંચી લાભ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.
DS/BT
(Release ID: 1638391)
Visitor Counter : 259