સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ:


સાજા થનારાની સંખ્યા સક્રિય કેસોની સંખ્યાની સરખામણીએ 1.75 ગણી વધારે

સાજા થયેલા અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત 2 લાખ કરતા વધારે

સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 62.09% થયો

Posted On: 09 JUL 2020 6:20PM by PIB Ahmedabad

એક નોંધપાત્ર સિદ્ધિ સમાન, અત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,06,588 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા કરતા 1.75 ગણી વધારે છે.

 

છેલ્લા 24 કલાકમાં કુલ 19,547 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં આજદિન સુધીમાં કુલ 4,76,377 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે. ઘરે ઘરે સંપર્ક ટ્રેસિંગ, વહેલા નિદાન અને આઇસોલેશન તેમજ સમયસર અને અસરકારક રીતે કોવિડ-19ના દર્દીઓના તબીબી વ્યવસ્થાપન દ્વારા અસરકારક સર્વેલન્સ અને કેન્દ્રિત પ્રયાસોના પરિણામે સ્થિતિ પર ઘણું નિયંત્રણ મેળવી શકાયું છે.

 

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના  2,69,789 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર સતત અને એકધારો વધી રહ્યો છે. કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર આજે વધીને 62.09% નોંધાયો છે.

 

GP/DS/BT


(Release ID: 1637625) Visitor Counter : 250