પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020માં ઉદ્ઘાટન સંબોધન કરશે


પ્રધાનમંત્રી 30 દેશોમાં આવેલા 5000 પ્રતિનિધિઓને સંબોધિત કરશે

Posted On: 08 JUL 2020 5:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સંબોધન કરશે. ત્રણ દિવસ ચાલનાર વર્ચ્યુઅલ સંમેલનનો વિષય છે – ‘બી રિવાઇવરઃ ઇન્ડિયા એન્ડ બેટર ન્યૂ વર્લ્ડ’. ઇન્ડિયા ગ્લોબલ વીક 2020માં 30 દિવસોના 5000 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ 75 સત્રોમાં 250 વૈશ્વિક વક્તા સંબોધિત કરશે.

આયોજનમાં ભાગ લેનાર અન્ય ગણમાન્ય વક્તાઓમાં વિદેશ મંત્રી ડો. એસ જયશંકર, રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ, જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ જી સી મુર્મૂ, ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરુ, આધ્યાત્મિક નેતા શ્રી શ્રી રવિશંકર, બ્રિટનના વિદેશ મંત્રી ડૉમિનિક રાબ અને ગૃહ સચિવ પ્રીત પટેલ, ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જેસ્ટર અને અન્ય સામેલ છે.

કાર્યક્રમમાં મધુ નટરાજની "આત્મનિર્ભર ભારત" પર એક શાનદાર પ્રસ્તુતિ હશે અને સુપ્રસિદ્ધ સિતારવાદક પંડિત રવિશંકરના 100મા જન્મદિવસ પર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એમના ત્રણ પ્રતિષ્ઠિત શિષ્યો સંગીતનો એક કાર્યક્રમ પ્રસ્તુત કરશે.

 

GP/DS

 



(Release ID: 1637415) Visitor Counter : 142